________________
૧૦
કવચન ૭૭ મું
દે છે. ચારની ધ્યાન બહાર આ વાત હતી જ નહિં. છોકરીને મારી નાખીને આગળ ચાલ્યું છે. પરિણામ શું આવશે એ ધ્યાન બહાર નથી, તો મારનાર પોતે પોતાને માથે વાદળ ઝઝુમી રહ્યું છે તે તેની ધ્યાન બહાર કેમ હોય ? ચાહે ને નુકશાન થાય, જિદગી ચાલી જાય, પણ ઉપશમ કર કરે તે કરવો જ. આવીને મારી નાખે તે પણ વિવેક કર કર ને કરવો જ અને જન કાઢી નાખે તે કબૂલ પણ સંવર કર કરે તે કરે જ, વિચારે આ વખતે ચારે ઉપશમ વિવેક સંવર ત્રણની દવા પીતી વખત શરીરની કેટલી નિરપેક્ષતા કરી? આખા જગતની બેદરકારી કેટલી કરી છે? આ ત્રણ જ પદે આવા ભરાડી ચારને કલ્યાણ કરનારા થાય છે. એને રસ ચાખવાના પ્રતાપે, દવા દેખી દૂર ભાગી જનારા માટે નહિ. ભરાડી ચોર હતું પણ એણે દરદ કેવી રીતે મટાડવા માંડયું? આનું નામ તરવશુશ્રષા. જે દવા જિનેશ્વર બતાવે તે દવાનો વપરાશ કરવા તૈયાર થવું. આ કાને સાંભળે ને બીજા કાને કાઢી ન નાખે. દવા નામ સાંભળવાથી નિરોગી થઈ ન જાય. આવા ધાડપાડુએ છોકરી સી હત્યા કરનારાએ પણ ભગવાનની દવાને ઉપયોગ કરવા માંડે તે કલ્યાણ થઈ ગયું, તો આપણે સેંકડો વખત દવા દેખી–સાંભળી છતાં હજુ કયાણ કેમ ન થયું? હત્યારા કરતાં આપણો આત્મા ખરાબ છે? પેલા હત્યારા કરતાં ખરાબ નથી. ક્ષય રેગવાળો દવા લે તે નિરોગી થાય તે સામાન્ય સળેખમ વાળો પણ દવા સાંભળવા માત્રથી નિગી ન થાય. તેવી રીતે ભરાડી ચારે દવા કરી તેથી ચેક થયો, આત્માને તારી શકો. આપણે તેનાથી ઓછા પાપી છીએ પણ દવા વાપરવા તયાર નથી. તવશુષા જેને થઈ તેને ઉપશમ વિવેક અને સંવર એ ત્રણ પદ પણ તાસ્વાવાળા થયા. તસ્વશુશ્રુષા જેને નથી થઈ તેને આખા શાસ્ત્રો નજસ્તળ, કાને આવી ગયા છતાં કલ્યાણ ન થયું. સંગ્રહણું-ઝાડાના રેગવાળો આખું દવાખાનું દેખી જાય તે પણ રોગ મટે નહિં. માટે રસકથામાંથી ખસીને તત્વ કથામાં આવે. રસ કથાવાળાઓ આંબાના લાકડા પાંદડાંને દેખે પણ તેનાં મૂળને કે ફળને તપાસી શકતા નથી. હાથી સામાન્ય ઝાડ પાસે પાંદડાં ને લાકડું જ તેડે, તે મૂળ અગર ફળ તરફ નજર નહિ નાખે. તેમાં ગડે હાથી તે ડાળને પાંદડાં જ તોડે. તેવી રીતે ધર્મમાં ગાંડા હાથી સરખા તે દ્ધ સમૃદ્ધિ રાજા વિગેરેની કથા રસપૂર્વક સાંભળે છે,