________________
૨૧૨
પ્રવચન ૭૩ મું
દેવો પડશે. દ્રવ્યદયા એ માત્ર મહેતલ અપાવવી, પણ માફી નથી. દ્રવ્યદયા દરેક અપેક્ષાએ દેખો યાવત મરતાને દવાથી બચાવવાની અનુકંપા, એ બધું મહેતલ, કેમકે એના કારણભૂત કર્મો તમે ખસેડ્યા નથી ને ખસેડવાનો રસ્તે લીધે નથી. ભાવદયા એ સજાની માફી, કર્મના હલ્લો સામે શક્તિવાળો બનાવે, મોક્ષના માર્ગ તરફ પ્રયાણ કરતાને સહાય કરવી, મેક્ષ માગે કેમ વધે તે વિચારવું તે ભાવદયા. ભાવદયા કર્મને તેડાવે છે, પિતાના કર્મને ને બીજાના કર્મને નાશ કરે છે. તે સજાને ઉડાડી દેનાર છે. મહેતલ મારનાર એ દ્રવ્યદયા અને ભાવદયા એ કર્મની માફી. આ વાત ધ્યાનમાં રાખવાથી આરંભ સમારંભ કરીને પણ પૂજા કરવાની છૂટ મળશે.
શું પૃથ્વીકાય અપ્લાયમાં જીવ નથી માનતા? તે શું જોઈને પૂજા કરે છે ? એક ભાવદયાનું બળવત્તરપણું રાખીને ચૌદ રાજલકને અભયદાન દેનારે કેમ થાય? કઈ પણ જીવની વિરાધના ન કરે. એ દશાએ કેમ આવે? સિદ્ધદશાને અનુભવ કરે એ લક્ષ રાખીને પૂજા કરવાની છૂટ છે. દ્રવ્યદયાના ભોગે ભાવદયા કરવા માટે આ ધર્મ છે. તે બિચારે જન્મ જરા મરણથી રહિત થાય, તેવી ભાવદયામાં જોડી દે. મૂળ વિષય પર આવીએ. દ્રવ્યદયાની કિંમત વધારે છે અને તેથી પૃથ્વીકાયાદિકની હિંસાની કિંમત ઊંચી કરે ને જગતવાત્સલ્ય શ્રીજિનેશ્વની પૂજાનું મહામ્ય ઘટાડે તેને કે ગણીએ ? વસ્તુતઃ તેમને મહામિથ્યાત્વી કહેવા પડે. જેમાં જિનેશ્વરની પૂજા ઉડાવવાને માટે પૃથ્વીકાયાદિકની દયાને આગલા લે છે. જેઓ સંસારથી તારનારી ભક્તિ જે ભાવરૂપ છે, તેની કિંમત ઘટાડી નાખે છે, જેઓ હિંસા થાય છે માટે પૂજા ન કરવી એવું બોલે છે, તેણે પિતાનું લક્ષ્ય ક્યાં દેડાવ્યું? ખરેખર એણે દ્રવ્યદયામાં પરમતારક પ્રભુની પૂજાની ઉપેક્ષા કરી એટલે ભાવદયાની ઉપેક્ષા કરી. ભાવદયાનું બલવત્તરપણું
કાળીયા કસાઈના છોકરા સુલસે હિંસા બંધ કરી. જેને બાપ પાંચસો પાડા મારી કુટુંબ અને લોકેનું પિષણ કરતા હતા, તેને છોકરો પાડા મારવાનું બંધ કરે, તે વખતે કુટુંબનાં હાઝા કેવા ગગડ્યા હશે? જેના ઘરે વંશપરંપરાને આ કસાઈનો જ ધંધે હતું, એ ધંધા