________________
૧૬૪
પ્રવચન ૭૩ મું
ગઈ નથી. હું તે ઊભી કરું. ચાલ તપાસું ને પસંદ પડે તે લઉં. ત્યાં ઉપનય ઉતાર્યો છે કે જેઓ હેતુ યુકિત વગર ગુરૂ પાસે સાંભળે ને પછી હેતુ યુકિત પૂછે તે કહે કે તે વખતે અમે તો ગુરૂ પાસેથી એજ રીતિએ લીધું છે. તમારે લેવું હોય તે લો. આવા પાસેથી સાંભળવાથી એશે. શ્રદ્ધા હશે તો પણ ચાલી જશે. વ્યાખ્યાન દેનારની ફરજ છે કે તેણે હેતુ યુકિતથી પદાર્થ સાબીત કરવો જ જોઈએ.
દષ્ટાંતથી હેતુ-યુકિતથી સાબીત થનારે પદાર્થ હેતુયુકિતથી જ કહેવું જોઈએ. જેમાં હેતયુકિત ન હોય તે કહી શકે કે આ પદાર્થ માત્ર કેવળજ્ઞાની જ જાણી શકે. તેમાં હેતુયુકિત ન ચાલે. આત્મા જેવા. અરુપી પદાર્થમાં અગુરુલઘુપર્યાય હેતુયુકિતથી સાબીત કરે. ત્યારે જવાબમાં તે કહી શકે કે એ પદાર્થ માત્ર કેવળજ્ઞાનીથી જ દેખી શકાય. અભવ્યપણુમાં હેતુ-યુકિત ન લગાડાય
જીવમાં બે ભેદ કેમ ? અભવ્ય સામગ્રી પામે તે પણ કંઈ ન થાય. કારણના અભાવે કાર્ય ન થાય તે કઈ પણ માને પણ કારણ છતાં કાર્ય ન થાય એ કેમ મનાય? એકેન્દ્રિય વગેરે મેક્ષે ન જાય એ વાત સમજાય છે. પણ આર્યક્ષેત્ર વગેરે સામગ્રી પામેલા અને સંયમની શિર- , ટેચે ચઢેલાઓ એ કાર્ય ન કરે એનું કારણ? કારણ કે અભવ્ય છે અભવ્યપણું ચીજ શી? એક-બે–ત્રણ–ચાર ઈન્દ્રિયવાળા અને તિર્ય-ચ વગેરેને અભવ્ય નથી કહેતાં. ભવ્ય અભવ્ય વિભાગ તેમ નથી. એવા રુપે વિભાગ નથી કરતાં. એ કેન્દ્રિયમાં રહેલે જીવ પણ મેક્ષને લાયક હોય. એવી રીતે બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા મોક્ષને લાયક જીવ હોય છે. તે ભવ્ય છે. કારણ મળ્યાં છતાં કાર્ય ન થાય તો તેનું કારણ શું? માટીની હાંલી ચડાવીએ ખાબા મગની ખીચડી કરીએ. પાણી અગ્નિને પણ વખત મળે છે. પકાવનારને ઉદ્યમ છે, પણ કેયડું મગ સીઝે નહિ તેનું કારણ શું? સીઝવાના ક્યા કારણે બાકી છે તે જેમ કેયડું મગને સીઝવવામાં બધી સામગ્રી છે, કારણ નથી મળ્યું તેમ પણ નથી, ખાવાનો મગ, કહારને મગ ખેડૂતના હાથમાં રહેલા મગ ન સીઝે તો કારણ નથી મળ્યું એમ કહેવાય, પણ રાંધવા માંડે છતાં પણ સીઝ નહિ, એનામાં સીઝવાની ગ્યતા નથી, એટલે પાણીને પ્રવેશ અગ્નિને પ્રવેશ તેમાં થતો જ નથી, બલકે પૂર્વે બતાવેલા