________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી–વિભાગ બીજે
૧૭ કે—મારે અહીંથી મોક્ષમાં જવાનું છે તેથી મને મર કહીને મેક્ષ જવા કહ્યું. અક્ષયકુમારને અહીં પણ સુખ છે, જે આવતે ભવે પણ દેવલોકમાં જવું છે, માટે જીવ કે મર કહ્યું. કાળીયાને કહ્યું કે જીવ નહિ ને મર નહિં. કારણ આ ભવ પર ભવ તેને એક જ ધંધે છે, ને શ્રેણિકને કહ્યું કે જીવે. કારણું તમારે મરીને નરકમાં જવાનું છે તેથી. આ વૃત્તાંત ઉપરથી સમજી શકીએ છીએ કે કાળી કસાઈ પર્ષદામાં શ્રેણિકરાજાની નજીકમાં જ બેસે છે. તેને પૂછ્યું કે રોજના પાંચસો પાડા મારનારે તું અહીં ધળા મહેલમાં કેમ પેઠે? કાળી કસાઈ કહે છે હું ધર્મી છું. પાંચસો પાડા મારીને જે માંસ થાય છે તે માંસ હું ખાઉં છું, તેમજ લોકે માંસ વગર તરફડવાવાળા તેમને માંસ પૂરું પાડું છું, તેથી તેમને સંતોષ કરું છું, તે મને ધમ કેમ નહિં? ધમ વહાલો-કીંમતી ગણ્યો, પણ ધર્મ કેનું નામ પાડા મારી નાખવામાં અને તેથી જગતને સંતોષવામાં તેણે ધર્મ ગણ્યા. બીજાને - સંતોષ પમાડવાનું કારણ હોવાથી ધર્મરૂપે કસાઈ એ ગણત્રીમાં લીધું. ખેડૂત આવ્યો. ખેતરમાં સે ચાસ પાડીએ તેમાં એક ચાસ લેાહીનો ગણાય. કંઈ ઉંદર સાપ જાનવર હોય, જ્યાં હળ ફરે એટલે સાફ. સો ચાસે એક લેહીને ચાસ માનનારે તું અહીં ક્યાં પેસી ગયા? અહીં કસાઈને પિતાના કપડાની સ્વચ્છતામાં વાંધો નથી, તેમજ તીર્થકરની સભામાં દેવતાઈ પ્રભાવ હોય એટલે કસાઈને પણ શુદ્ધ સ્થિતિમાં રહેવાનું જ હોય. પણ અહીં તો એટલા પૂરતું લેવાનું હતું કે કસાઈએ પણ મનમાનીતે ધર્મ પાડા મારવામાં ગોઠવ્યો. ખેડૂતે ‘ઉત્તર દીધા કે—હું ચાસ પાડું છું લેહીને તે વાત ખરી, પરંતુ જે હું અનાજ ન પકવું તે સાધુ મહારાજને ખાવાનું ક્યાંથી મળે? “ધમ લોકેનું પારણું અને અત્તરવારણું બને કેમ? ને જગતના લોકે અન્નવગર કયાંથી જીવે? દેવતાને જે ચઢે તે મારી ખેતીના પ્રતાપે. સાધમિકને ભેજન પણ મારી ખેતીના પ્રતાપે મળે. તે તે બધો ધરમ મને મળેને? ધરમ સાચો માન્ય અને વળી ધર્મ માન્ય ક્યાં? વિશ્યા આવી તેને પણ પૂછયું કે તું આ ધોળા મહેલમાં ક્યાં પેઠી?
આ મહેલમાં ખરે પેસવાનો હક મારે છે, કારણકે આ બધાં તો કેવળ પેટની લાહ્ય ઓલવનારા પણ હું તે કાળજાની લાહ્ય ઓલવનારી. અરે હું તે વિધુરેને સંતેષ પમાડનારી છું. ચાર આવ્યો. ગઈકાલને સજા ભોગવનાર તું શી રીતે ધર્મી? આ બધા કરતાં હું પહેલે નંબરે