________________
૧૯૬
પ્રવચન ૭૬ મું
નાસ્તિક ભલે અધર્મ-ધર્મ ન માને પણ અધમને ઈચ્છતે જ નથી. અધર્મ લેવા કોઈ માગતું નથી. જગતને ધર્મ વહાલ તે છે જ. જે ધર્મ વહાલે છે તે ધર્મી થતા કેમ નથી? શું બધા અધમ છે?' અભયકુમારે શું કહ્યું છે કે ધર્મી ઘણું છે. સભાએ અધર્મી ઘણા છે–. એમ કહ્યું છે. રાજસત્તા એ ધારે તેમ કરી શકે છે. ચાર બુદ્ધિને નિધાન પાટવી કુંવર અભયકુમાર છે. ગાડી તેના હાથમાં, તંત્ર તેના. હાથમાં છે, તેથી ધારે તે કરી શકે પણ અભયકુમારનો મુદ્દો એકે-જે સાચાને જૂઠાને સમજાતા નથી, ને જૂઠાને સાચો કહે છે. સાચાને જૂઠા. કહે છે. એવી રીતે અભયકુમારે દેખ્યું કે મોઢાનું જજમેન્ટ નથી કામનું. ચેતનનું પ્રત્યક્ષ જજમેન્ટ લાવવું છે. વાતને વિસારી દેવાય છે. કમલ બોલાવતી વખતે છોકરા કમલ બેલ ત્યાં એ કમલ બોલતા નથી શીખતે, પણ તે વખતે એ શબ્દ છોડી દ્યો. અત્યારે કમલને એ કમલ કહે છે. તે વાત દાબી ઘો. કળ-બળ-છળ કરતા મળ બોલીને પછી કમળ બોલાવી, શકાય છે. વચમાં મોટું લક્ષ્ય સજજડ ભરાઈ ગયું હતું તે ખસવું. જોઈએ. તે વખત જેટલું દબાણ કરે તેટલું સખત થાય, તેથી અભયકુમારે તે વાત પડતી મૂકી. ત્રણેક મહિના ગયા એટલે ખેંચ્યા વગરની વાત તેમના મગજમાં વધારે નહિં ટકે. કાળે અને ધોળે મહેલ: - અહીં ધમ અધર્મીના નિર્ણયમાં કશું કાર્ય કરવાનું નથી. તેથી ત્યાં તાત્કાલિક નિર્ણયની જરૂર હતી જ નહિં, જ્યાં આખા ગામની ઉજાણી હતી ત્યાં બે મહેલને રંગાવ્યા. એકને ધૂળ રંગાવ્યો ને એકને કાળે રંગાવ્યો. જેઓ ધમાં હોય તેમણે ધોળા મહેલમાં ઉજાણી જવું. જેઓ અધમ હોય તેમને કાળા મહેલમાં જવું. ધોળા મહેલમાં ધાડ પડી, ત્યાં બધા ભરાઈ ગયા. અભયકુમાર કારભારી મંડળી લઈને ત્યાં ઉભા છે. ઉજાણી કર્યા પછી દરેકને ધમીપણાને અંગે પ્રશ્ન પૂછવા લાગ્યા. ત્યાં પહેલે જ કાળી કસાઈ આવ્યા. તે આપણા શાસ્ત્રમાં પ્રસિદ્ધ જ છે. શ્રેણિક રાજા અભયકુમારની સાથે સમવસરણમાં બેઠા છે. છીંકની વાત ઉપરથી અભયકુમાર ને કહ્યું કે જીવ કે મર. કાળીયાએ છીંક ખાધી તે જીવનહિ ને મરનહીં કહ્યું. શ્રેણિક રાજાએ છીંક ખાધી તે કે જીવે ને મહાવીર ભગવાને છીંક ખાધી તે મરે એમ કહેલ છે. દેવતાએ આ પ્રમાણે કહ્યું તેને અર્થ ભગવાને શ્રેણિકને સમજાવ્યો છે.