________________
આગમોહક પ્રવચન શ્રેણી-વિભાગ બીજે. છે. અંદરના ઓરડા આગળ જાય છે. તે ચાર જ જણ બેઠા છે. આખી રાજગૃહીમાં જેને ધર્મી તરીકે ઓળખવા હોય તે એક નંબરે એળખાય તેવા ધર્મીઓ આ કાળા મહેલમાં બેઠા છે. આ શું ? ધર્મના ધુરંધર તરીકેની દુનીયામાં જેની શાખ ગણાય તે અહીં આવીને કેમ બેઠા છે? જ્યારે પૂછયું કે અહીં તમે કાળા મહેલમાં ધમસાણથી ડરીને કેમ બેઠા છે? અહીં તે અધર્મી હોય તેને બેસવાનું છે. જવાબમાં તે ચારે જણાએ કીધું કે અમે જાણી જોઈને અહીં આવ્યા છીએ. ધર્મ પણાનું પહેલું પગથીયું અહીંથી શરૂ થાય છે. પિતાના આત્મામાં અંશે પણ અધર્મ હોય, ત્યાં સુધી પિતાને અધર્મી ગણે. દુનીયાના કહેવાતા વેપારીના ચોપડાના વહીવટમાં ૯૯ રકમ સાચી હોય ને એક જ રકમ જૂઠી લખી હોય તે ઈમાનદાર કે બેઈમાનદાર? એકજ માત્ર જૂઠી તે તેટલામાં બેઈમાન કેમ? કહેવું પડશે કે બેઈમાનદાર “માંખ મારે તે માણસ મારે” તો આ આત્માની કેટલી રકમોમાં ગોટાળા નથી વલ્યા?
જ્યાં સુધી એકમાં પણ ગોટાળે હોય ત્યાં સુધી શાહકાર તરીકે મૂછ પર હાથ દેવાનો વખત નથી. એવી રીતે અહીં આત્મા પાંચ આશ્રવમાંથી એક પણ આશ્રવમાં હોય ત્યાં સુધી હું નિષ્પાપી કહેવાઉં નહિં. નિષ્પાપી કહેવડાવવાને મારો હક નથી. એક પણ આશ્રવ કરે કરાવે કે અનુમોદે ત્યાં સુધી મને ધમપણે જીવવાનો હક નથી.
- આ પાંચ પરમેષ્ઠિમાં તમેએ નમે દેસ વિરયાણું, નમે સમ્મત વંતાણું એ બે પદ કેમ વધાર્યા નાહ? સાધુ સુધી પરમેષ્ઠિપણું રાખ્યું. દેશવિરતિને પરમેષ્ઠિમાં કેમ ન રાખ્યા? અગીઆરમી પ્રતિમા સુધી વહન કરનારા શ્રાવકો એ કેવા હોય? સાધુ જેવા, એવા છતાં એમને અહીં દાખલ કેમ ન કર્યા? ચોથે ગુણઠાણે પાંચમે ગુણઠાણે ચડયા તેમની કિંમત નહિં અને છઠે ગુણઠાણે ચઢ્યા એટલે પરમેષ્ઠિમાં દાખલ થઈ ગયા. પાંચમે રહ્યા તેમનાં તો નામનિશાન પણ નહીં. આપણામાં કહેનારા છે કે મહાવીરના બે છોકરા એક સાધુ ને બીજા શ્રાવક, અમે બે ભાઈ. શેઠને છોકરો સગો ભાઈ હોય. તે હિન્દુત્વ છોડીને મુસલમાન થઈ જાય તે ભાઈપણને કેટલો હક રહે? પ્રતાપસિંહ અને શક્તિસિંહ એબે સગાં ભાઈ ઓ છતાં મેવાડની ગાદી કોને મળી? બાપદાદા રીતિ રાખનાર પ્રતાપસિંહને મળી. બાપની રીતભાતનું નખ્ખોદ શકતસિકે વાયું. મહાવીરની રીતિ કઈ? સર્વથા અહિંસા-નિષ્પરિગ્રહ-પણાની