________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ બીજે
૨૦૫
કરતું જ નથી, પરંતું એવું કેઈ દિવસ નહીં માની શકીએ. અજ્ઞાને કરેલે ધર્મ તેટલા પાપને કિનારે જરૂર થશે. બીજો ફાયદો ભલે ન કરે પણ અનિચ્છાએ અજ્ઞાને વિરૂદ્ધ ઈચ્છાએ થતું પાપ તે ધર્મથી જરૂર રોકાશે. વસ્તુતઃ આત્માનું કલ્યાણ નહિ કરે પણ દેવલેક મનુષ્યપણું તેના સુખ તે તે જરૂર અજ્ઞાનાદિકથી પણ કરેલે ધર્મ આપશે. જે બાળપણમાં વિધવા થઈ એને પિતાને શીલપાલનની ઈચ્છા નથી, કેવળ સાસરા સાસુ માતા પિતાની આબરૂ ખાતર શીલનું રક્ષણ કરે છે, તેની ખાતર શિયળ પાળે છે. સાસરાદિકનાં દબાણથી પણ જે પવિત્ર વર્તનને રાખનારી, જેને માટે શાસ્ત્રમાં જણાવ્યું છે કે માનવા વારે ઈચ્છા વગર બ્રહ્મચર્ય પાળવું પડે તેવા બ્રહ્મચર્યથી પણ પોતે જિંદગી ગુજારે તે કાળ કરીને ઓછામાં ઓછી ૬૦ હજાર વર્ષની સ્થિતિ ભોગવવા વાળા દેવતાઓ હોય, ત્યાં જઈને ઉપજે. જે લાજથી દબાણથી વગર ઈચ્છાને બ્રહ્મચર્ય રૂપી ધર્મ, તે દેવતાની ૬૦ હજાર વર્ષની સ્થિતિ તેને મેળવી આપે છે. ઈચ્છા વગરનું પાળેલું શિયળ દુર્ગતિથી બચાવે અને દેવતાની ગતિ ૬૦ હજાર વર્ષ વાળી મેળવી આપે છે. શાસ્ત્રકારે આવી રીતે ફળ બતાવે છે તે વગર ઈચ્છાએ, વિરૂધ્ધ ઈચ્છાએ કે અજ્ઞાનપણે કરવામાં આવેલ ધર્મ ભવિષ્યમાં કલ્યાણ કરનાર નિવડે કેન નિવડે પણ સગતિ આપનાર ને દુર્ગતિ ટાળનાર તે જરૂર થાય છે. બલકે. ચેનકેન પ્રકારેણ ધર્મ સુખદાયી છે.
ધર્મના ઘેરી છતાં દુર્ગતિએ કેમ ગયા?
જેઓ સદુપયોગ દુરૂપયોગ અનુપગનું પરિણામ નહિ સમજે તેને પણ દુર્ગતિનું રોકાણ અને સંગતિની પ્રાપ્તિ જરૂર થવાની. લીંબડી આટલી નાની હોય તેનાથી આખો લીંબડો થયો. આટલા પુદગલમાંથી આટલું મોટું વૃક્ષ થયું, તેમાં લીંબડીનો રસ કેટલો હતે, છતાં તેમાંથી રસ કેટલો વધ્યો? તેવી રીતે ધર્મ કરનારા પુણ્ય બાંધે છે, તેની સાથે આશંસા દેષ રહ્યો હોય, આટલી પણ નિયાણાની બુદ્ધિ રહી હોય, માલ વગરની મમતા હોય તે પણ તે મમતાને સજજડ કરનારો થાય છે. આ ઉપરથી ચારિત્ર પાળતાં કરેલું નિયાણું સુખને પ્રાપ્ત કરાવે અને પછી દુર્ગતિદાયી થાય છે. વાસુદેવો ધમ કરનારા નિયાણું કરવાથી અંતે તેનું પરિણામ દુર્ગતિરૂપ થયું. ધર્મના પ્રતાપે સારી ગતિ પામે