________________
૧૯૪૦
પ્રવચન ૭૬ મું
છે, મિથ્યાત્વમાં પકડાએલો છે. એ દવાખાને જવા તૈયાર નથી. બંધાએલો આંધળે ગાંડે એ કઈ પણ પ્રકારે પિતાની આંખને સ્વચ્છ કરી શકે નાહ, તેવી રીતે આ આત્મા કેવળજ્ઞાન રહિત હોવાથી આંધળે, મહિમદિરાએ ગાંડે છે. કુટુંબ વિષય ઘરબારની સાંકળે અંધાએલો છે. બંધાએલે ગાંડે આંધળો શી રીતે પોતાનું હિત કરે? છતાં જિનેશ્વરે તમારા બંધને તોડવા માટે ઉપદેશ રૂપી લુહાર રાખ્યા છે. ગાંડપણ ટાળવા માટે નિર્મોહ સ્થિતિનું વર્ણન જણાવ્યું, આંખ ખોલવા માટે સમ્યગ જ્ઞાનાદિકનું ઔષધ રાખ્યું, છતાં આ આત્મા તેમને આધીન થવા તૈયાર નથી. દાકટર પાસે આવે તેને સારા કરે. આકાશમાં ઉડતા દરદીને દાકટર પાંખ કરીને પકડવા જતે નથી. એવી રીતે તીર્થંકર પણ જે આત્મા તેમની પાસે આવે, પરિચયમાં આવે, સંસર્ગમાં આવે તેમનું જ કલ્યાણ કરે છે. અફિણુ રાજા
ગાંડપણમાં લહેર હશે. એક રાજાને અફીણનું જબરજસ્ત વ્યસન છે. અફીણીયાને જોડે બેત્રણ ખાનાર હોય તે જ આનંદ આવે. અફીણ રાજ્યમાંથી આપવા મંડાયું. રાજા કોને હા કહે ને કોને ના કહે. અફીણ ખાતા ઘણુ થયા ને મલ ઉડાવવા લાગ્યા. મંત્રીએ દેખ્યું કે રાજ્યની બાર આના આવક તેમાં જ ખરચાવા માંડી. આ કાવાખાનું કે કતલખાનું? શું કરવું? તમારે અફીણની ટેવ છે તે ખાવાનું મહેલમાં રાખો. પેલા રાજાને અફીણ પીવાનું મહેલમાં કરી દીધું. ખીર ભજનની લાલચે આવેલા તેમનું શું થાય? ન સૂઝે તેને પાળીએ પણ તે કેટલા, તે તપાસવા જોઈએ. દીવાને ચારે બાજુ લાકડાની ભારી ગોઠવાવી. અર્ધી રાત્રીએ સળગાવ્યા. અરે ઉઠો ઉઠો લાય લાગી. કાવાખાનામાં સામાન્ય અધિકારી હતા તે ઉઠીને ઘેર ગયા, જેઓ ચકચૂર હોય તે કહેવા લાગ્યા કે દીવાળીની જેમ આટલા ભડકા કરનારા અત્યારે મોટી દીવાળી થઈ છે, તે અમને ખસવાનું કેમ કહો છો? આટલા પાળવાના, જેઓને અફીણના ઘેનમાં લાઈ છે કે દિવાળી છે તેનું ભાન નથી, તેવી રીતે જે મેહમદિરાથી ગાંડા થાય, તેને જગતના પ્રવાહ આત્માને ડૂબાડનાર કે તારનાર તેનું ભાન નથી. આ મહ મદિરામાં માતો થએલો છાતીએ ને લે છે? જે આત્માને રખડાવનાર ચીજ તેને છાતીએ લઈને ફરે છે. મેહમદિરાએ ગાંડે, કેવળ જ્ઞાન રહિત આંધળો, કુટુંબ