________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૬૩
ચીજ આપવા પહેલાં તેના સદુપયેગમાં ફાયદા અનુપયોગમાં ગેરફાયદા ને દુરુપયોગમાં થતી બરબાદી કંઈ? આ જ્યાં સુધી આપણે જાણી શકીએ નહીં ત્યાં સુધી ધર્મોપદેશ આપવામાં આવે તો દેનારને અને લેનારને ડુબાડનારે થાય. ચાહે જેવા દરદીને કે મનુષ્યને કે જાનવરને ગોળ અપાય તે મીઠાશ જ કરે. અંધારામાં કે અજવાળામાં સમજુ કે મૂખે ને ગોળ આપે પણ એ તે મીઠાશ જ લગાડનાર છે. તે ધર્મ એવી ચીજ હોવી જોઈયે કે સદુપયોગ દુરુપયોગ સમજે કે ન સમજે તે દેનારને લેનારને ફાયદો કરે. આવી શંકાને સહેજે સંભવ છે. આ શંકા જીજ્ઞાસાની છે. નહિ કે સમ્યકત્વના અતિચારરુપ કે શાસયિક મિથ્યાત્વ છે? પ્રશ્ન તત્ત્વ જાણવાની બુદ્ધિએ કર્યો છે. શંકાકારે સમજણ પૂર્વકની શંકા ઊભી કરી છે. ધર્મ દેનાર કે લેનારને નુકશાન કરનાર હોતું જ નથી. ચાહે તે જાનવર તિયચ મનુષ્ય લે તેને ફાયદેજ કરે.
વકતાએ શ્રોતાનું સમાધાન કરવું જ જોઈએ
આ ત્રણ વસ્તુ સમજ્યા સિવાય ધર્મ દેનાર કે લેનારને નુકશાન થાય છે. વકતાએ શ્રોતાનું સમાધાન કરવું જ જોઈએ. સમાધાન ન કરે તેવા વકતા પાસે ધર્મ સાંભળવા નહિ. તમે શંકા કરે છે પણ અહીં કહ્યું છે તે કહું છું. એવા પાસે વ્યાખ્યાન સંભળાવાય જ નહીં. તે માટે શાસ્ત્રમાં એક ગાયનું દષ્ટાંત આવે છે.
એક મનુષ્યને ગાય લેવી હતી. ગાય જેવા મંડે. એક ઝાડ નીચે એક માણસ બેઠો છે. તેની પાસે એક ગાય બેઠી છે. તેણે તેને પૂછ્યું કે આ ગાય તમારી છે? હા મારી છે. શું વેચવી છે? હા વેચવી છે. કીંમત ઠરાવી નક્કી કરી ગાય આપી રુપીયા લઈને ચાલે. વેચાતી લીધેલી ગાયને ઉઠાડીને ઊભી કરવા માંડે. પણ તે ગાય ચારે પગે લંગડી હતી, તેથી તે ઊભી થઈ શકી નહિ. આ તો હું ફસાયે, હવે શું કરવું? કઈ અક્કલને અધૂરો આવે તો આ લપ તેને વળગાડી દઉં. એક જણ ગાયે લેવા આવ્યો. સાટું નક્કી થવા માંડયું. એટલામાં પિલે કહે છે કે જરી જેવા દે. વેચનાર કહે છે કે ગાયને ઉઠાડવાની નહિ, મેં બેઠી લીધી છે. તેથી તું પણ બેઠી લે. પેલાએ કહ્યું કે તારી અક્કલ ઘેર ગઈ હોય ને તેં બેઠી લીધી હોય પણ મારી અક્કલ ઘેર