________________
૧૮૦
પ્રવચન ૭૪ મું
ખાવાનું ન કહેવાય. મીથ્યાત્વીપણામાં કદી માર્ગાનુસારીના ગુણ હોય તે હવા બતાવવા જેવું નિરર્થક છે. માટે ચોથા ગુણઠાણાથી માર્ગ ગણ્યો છે. ત્યારે પૂર્ણ ધર્મ ૧૪માના છેડે. આ બધી ક્રિયાઓ ધર્મના કારણે છે. તેથી તેને ધર્મ કહીએ છીએ. તેથી ૧૦૦૦ વર્ષ સાધુપણું પાળ્યું. લાખ પુરવ મોક્ષે જતા વાર લાગી તે શુદ્ધ ધર્મનું શિક્ષણ, ૧૪ માના છેલ્લા સમય સિવાય બધું જ શિક્ષણ, જે પ્રતિજ્ઞા લે છે, તે બાળક સમજે છે ને તે જોવાની જરૂર છે. ધર્મ પ્રાપ્ત કરવા પહેલા તેની કીંમત, સદુપયોગને ફાયદે, અનુપયોગની મહેનતનું નુકસાન, ગેરફાયદે સમજવાની જરૂર છે.
મિથ્યાત્વીને પણ સાધુપણું અપાય
વરસેના વરસે જવેરીને ત્યાં નહીં ગાળ્યા હોય એ મેતીને પંપાળ્યા કરે તેમાં શું વળે ? વરસો સુધી રહ્યો હોય તેજ પલકમાં મિતીની કીંમત કરે. એવી રીતે ધર્મ આવે એટલે આત્મા આ બદલાઈ જાય. સ્વાદને અંગે ગોળમાં ફરક ન પડે. ધર્મ સમજીને, અણસમજીને લે તે પણ ધમ પુણ્યને ફાયદે કર્યા વગર રહેવાને નથી. પણ કફની પ્રકૃતિ છે ને ગાળ ખાધે. સ્વાદમાં ફેર નથી લાગે, પણ ખુંખું કરીને આખી રાત ઉજાગર કર્યો. ગોળ મીઠાસ તે લગાડી જ છે તેમાં કઈ જગે પર વાંધો નથી. પણ એનું મુખ્ય પરિણામ, વાયુવાળાને ફાયદો કરશે પણ કફવાળાને શું કરશે ? અહીં ધર્મ સમજમાં, અણસમજમાં ચાહે જેમાં કર્યો હશે તે પુણ્ય જરૂર બંધાવશે, સુખ જરૂર આપશે તેમાં વાંધો નથી. આજ કારણથી મિથ્યાષ્ટિને પણ સાધુપણું આપવાનું જણાવ્યું. ચાહે તો જાણનાર કે નહીં જાણનાર. શ્રાવક હોય કે સંઘ બહારની વ્યકિત હોય તેને દીક્ષા દેવાનો અધિકાર. તેનું કારણ? દુર્ગતિનું રોકાણ તે હરકોઈ ચારિત્રવાળાને થવાનું જ છે. પાપ નહીં બંધાવા રૂપ, પુણ્ય બંધાવા રૂપ યાવત સુખ મેળવવા રૂપ આ બધા ફળ ગેળની મીઠાશ જેવાં છે. ચાહે તે મનુષ્ય ખાય કે જાનવર ખાય, એવી રીતે પાપને ત્યાગ અણસમજુ કરે તે પણ પુણ્યને દેનાર, સદ્ગતિને દેનાર. એમ ન હોય તે તમે કેમ મનુષ્ય બન્યા? તમારું પીયર સૂકમ એકેન્દ્રિય કે બીજું કંઈ? સમજણપણુમાં અહીં આવ્યા? શી રીતે આવ્યા? અજ્ઞાનપણે કષાયની પરિણતિ, આરંભ પાપ કાયા