________________
આગમદ્ધિારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો કરે છે કે ચાર ઘાતિ કર્મને હણ્યા છે અને ચાર અઘાતિ કમને સૂકાવી દીધા છે. ચાર ઘાતિ કમને હણનારા એ અરિહંત. અરિહંત કહે તે આ ચોવીશીમાં વીશ અરિહંત કહેવાને અધિકાર નથી. આ અવસર્પાણીમાં ચાર કર્મને હણનારા અસંખ્યાતા થયા, તે પછી અરિહંત કેટલા અસંખ્યાતા અરિહંત પણ એવીશ નહિ-એમ બેલે. આ એક અવસર્પીણીમાં કેવળી અસંખ્યાતા થયા, તે ચોવીશ કેમ કહી શકે? અરિહંતનાં પાંચ કલ્યાણક પણ નહિ કહી શકે. ચાર કર્મ હણનારા દરેક કેવળીઓ આવે છે. જન્મ પામે છે. દીક્ષા પણ ત્યે છે અને કેવળ જ્ઞાન પામે છે, ત્યારે કલ્યાણક હેતા નથી. કલ્યાણક કલ્યાણકારી છે તેમ નથી. કલ્યાણકનો અર્થ જેમાં ચૌદ રાજલોકમાં અંતર્મુહૂર્ત સુધી શાતા જ હોય અને નારકીઓને વિષે પણ અજવાળું થાય. તે જેનાથી ચૌદ રાજલેકમાં અંતમુહૂર્ત સુધી શાતા ને અજવાળું થાય એ બનાવ તે કલ્યાણક. આવા જે બનાવે તે બનાવે ને જ કલ્યાણક કહેવાય છે. તે વખતે દરેક કેવળીમાં જન્મ દીક્ષા કેવળ વિગેરે ને કલ્યાણ તરીકે ગણી શકશે નહિ, અરિહંત તે વિજે ભવે તીર્થકર નામકર્મ નિકાચિત કરે છે, ત્રણ જ્ઞાન સહિત ગર્ભમાં આવે છે. તે કથન બધા કેવળીમાં કયાંથી રાખશે? અરિહંત શબ્દનો અર્થ કર્મ– શત્રુને હણવાને કરવાનું નથી. કા અર્થ કરવાનો? શબ્દની વ્યુત્પત્તિ વિચારીને બેલે. આઠ પ્રાતિહાર્ય રૂપ પૂજાને જેઓ લાયક છે, તે અરિહંત. આ મુખ્ય અર્થ, આ શબ્દાર્થ ઉપરથી કર્યો છે. અરિહંતને નમસ્કાર પણ અધિકરણ સિધ્ધાંતથી અને તેને અંગે પૂજાને ઉત્તમ માનવી પડી. જેઓ જિનેશ્વરની પૂજાને ઉત્તમ ન માને તેમને નમો અહિંસા કહેવાને વખત નથી. અમે તે બધી જગાએ વાંચીએ છીએ કે કર્મ શત્રુને હણવાવાળા અરિહંતને નમસ્કાર થ– એમ વાંચીએ છીએ. એવી રીતે અહીં એ આઠ પ્રાતિહાર્ય પૂજા અતિશયને જણાવનાર એ મૂળ શબ્દ હતું તે કોરાણે મૂકો અને બીજો અર્થ નિરૂકિતને હતો. એટલે ભાગમાંથી અર્થ ઉપાડે તે નિરૂક્તિ. નિરૂકત તે વ્યુત્પત્તિ અર્થ નહીં. વ્યુત્પત્તિ અર્થ અશોકાદિ આઠ પ્રાતિહાર્યથી પૂજાને ગ્ય