________________
૧૮૮
પ્રવચન ૭૫ મું
સાતથી આઠમે ભવ થવાનો નથી ને ચાહે જે ધર્મ કરીશ તે પણ છ ભવે મોક્ષે જવાને નથી. માટે ચાહે તે ધર્મ કે અધર્મ કર્યું તે પણ સાતમેભવે તે માટે મોક્ષ જ છે. એવું પહેલાએ વિચાર્યું અને હદયમાં નક્કી થયું એટલે ઘરના આંગણે મધ મળે તે એ કોણ મૂર્મો હોય કે પર્વત પર લેવા જાય? ચાહે તેમ વતું તે પણ મેક્ષ મળવાને છે, તો કડાકૂટ કરીને શું કરવું છે? તેણે તે વ્રત નિયમાદિક પચ્ચકખાણ ક્રિયાકર્મ બધું છોડી દીધું. કેવળી મહારાજના વચને અઘમને કેવા વાંકા પરિણમે છે? એવી સ્થિતિમાં આવ્યું કે ન પંચેન્દ્રિયની હિસાથી ડરે, મૃષાવાદથી પણ ન ડરે, ભયંકર ચોરીથી પણ ન ડરે, પરસ્ત્રી ગમનથી પણ ડરે નહિ. છેલ્લી મરણ અવસ્થાએ આવેલ મરૂ મારૂંના ઉદ્દગાર કાઢે છે અને નીચ કાર્ય સાંભરે છે. જેને જે ટેવ જિંદગીમાં જાગતી હોય તેજ ટેવ છેલ્લી અવસ્થાએ આવે. કાળ કરી સાતમી નરકે ગયે.
બીજે જીવ જે અસંખ્યાતા ભવવાળે હતું તે ઘેર ગયે. ઘેર જઈ વિચાર્યું કે જેમ મારા ભવ અસંખ્યાતા કેવળી ભગવાને કહા, તેવી રીતે ધર્મ પણ મેક્ષે લઈ જનારે છે, તે પણ કેવળી ભગવંતે લાખો વખત કહ્યું છે. ધર્મ જ સંસારથી પાર ઉતારનારો છે માટે આ વચન સાચું ને પેલું વચન જૂઠું કેણે કહ્યું ? જેવું આ તેવું જ પહેલું પણ સાચું જ છે. ધર્મધ્યાન કેઈ દિવસ નિષ્ફળ જતું નથી. બીજો શ્રાવક એ ધર્મ ધ્યાનમાં ઉદ્યમ કરે છે, સારી રીતે ધાર્મિકપણે જિંદગી પસાર કરી, મરણ કાળ નજીક આવ્યા. અનશન વખતે સુધા ઉપડી. તે વખતે ઘરને બારણે બોરડીનું ઝાડ છે. તે ઉપર લાલચોળ બોર છે, પેલાને સુધા લાગી છે, તે વખતે વિચાર આવ્યો કે તે બોર તેડી લાવી મને આપે તો મારી સુધા મટી જાય. આ વિચાર સાથે જ આયુષ્ય પૂરું થયું. તે જીવ બરનો કીડો ઉપજ. તેથી ‘બારણે બોરડી નહિં રાખવી” આ કહેવત ચાલી આવી છે. કીડામાંથી નીચે ઉતરી ગયે અને નિગોદમાં ગયો. અસંખ્યાત ભવ થયા. શાહુકાર જેલની સજા વખતે માત્ર તંગડી પહેરે. આબરૂદાર હોય કે ગેરઆબરૂવાળે હેય પણ ત્યાં તે તંગડી જ હોય, પણ જેલની સજા પૂરી થાય એટલે આબરૂદાર મહેલમાં પધારે અને દરિદ્રી સજા ભોગવી પૂરી કરી ઝુંપડામાં બેસે. તેવી રીતે ધર્મિષ્ટને કર્મના ઉદયથી દુર્ગતિ મળે પણ