________________
૧૭૨
પ્રવચન ૭૪ મું
રહે છે. પણ આત્મધર્મ પ્રગટ થયા પછી એકેયની જરૂર રહેતી નથી. આટલા માટે ધર્મનું સ્વરૂપ કહેવા પહેલાં ધર્મ-પરીક્ષાની પ્રથમ જરૂર જણાવી. હાથમાં સોનું આપ્યા પછી તેની પરીક્ષા છે. તેવી રીતે ધર્મ મળ્યા પછી પરીક્ષાનો વિષય બન જોઈએ. માટે પ્રથમ ધર્મોપદેશ દ્વારા ધર્મ બન જોઈએ. પછી પરીક્ષા હોવી જોઈએ. હરિભદ્રસૂરિજીએ પરીક્ષા કરી પછી ધર્મ આપવા જણાવ્યું છે. ઝવેરી બનવાવાળો પ્રથમ ઝવેરાતને લેવા–વેચવા-વાળો થતો નથી. સોદો કરવા માટે બે મિનિટનું કામ, ચાહે તે મોતી કે સોનું હોય, પણ ઝવેરાત અને સેનાની કિંમત જાણવાનું કામ, શિક્ષણ મેળવવા માટે લાંબો સમય જોઈએ. દાખલ દેઢ મિનિટમાં, નામું દશ મિનિટમાં, પણ દાખલ કે નામું શિખવાનો ટાઈમ ઘણે લાંબે જોઈએ. તે તે પ્રમાણે ધર્મ કરતા વખત જોઈએ તેના કરતાં ધમની પરીક્ષા કરતાં ઘણો લાંબે વખત જોઈએ. ચૌમાસી કૃત્ય ક્યાં રહ્યાં અને પરીક્ષા કરવાનું જ કહે છે, તે કહેવા હોય તો કહી દે. ભાઈ! જરા ધીરા થાઓ. સોદો કરવામાં પાંચ મિનિટ પણ શિખવામાં વરસો જોઈએ. લાંબા સમય સુધી શિખનાર સેદ બે મિનિટમાં પતાવે.
રીખદેવે હજાર અને મહાવીરે સાડાબાર વર્ષ શિક્ષણમાં પસાર કર્યા.
કેટલા સમયથી પરીક્ષાના સંબંધમાં વ્યાખ્યાન કરીએ છીએ. સદુપયોગના ફાયદા દુરૂપયોગના ગેરફાયદા લાંબી મુદત સુધી સમજશો અને ધર્મમાં તન્મય બની જશે, ત્યારે તમારા આત્માને મળેલો ધર્મ કાચી બે ઘડીમાં તમારું કાર્ય કરી આપશે. અંતમુહૂર્તમાં મોક્ષ સાધી શકે એ પણ શિક્ષણ છે. ભગવાન મહાવીર કે ઋષભદેવજીને ચારિત્ર એ શિક્ષણ છે. તેથી મહાવીર ભગવંતે સાડાબાર વર્ષ અને રીખદેવજીએ હજાર વર્ષ શિક્ષણમાં પસાર ક્ય. ઊંચ દશાન ધર્મ આવી ગયો હોય તે કેવળજ્ઞાન માટે કાચી બે ઘડીની જ જરૂર રહે. પ્રમત્ત–અપ્રમત્ત ગુણસ્થાનક એ પણ શિક્ષા છે. જે વાત કહેવા માગીએ છીએ તે આઠ વરસના નાના બચ્ચાં હોય પણ જેને આ ચારિત્ર રુચ્યું છે, દુકાન કરતાં દેરાસર અને ગુરુ વહાલા લાગ્યા છે. તમે સાંઠ વરસના થયા હો અને લગાર પીડા થાય તો ઓ