________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૭
મારે ઓ બાપરે કરે છે, મોટાને નાટક સીનેમા વ્યસનની બંધી, કરવી હોય તો જીવ ઉપર આવે છે, બલકે આકરું લાગે છે, નાનો છોકરો દીક્ષાથી થયે હોય તે સારી રીતે સમજે છે કે નાટક-સીનેમા દીક્ષામાં જોવાય નહિ, પગે ચાલવું પડે, કેચ કરાવવું પડે, ગમે ત્યારે, ગમે તેમ ખવાય નહિ. તે આત્મા કેટલો ઉંચો થયો હશે, ત્યારે જ આ પ્રભુ માર્ગનું સેવન કરે છે. શાસ્ત્રકારો તે મોક્ષપદની વારંવાર વાંછા. થાય તે જ જ્ઞાન ઊંચું ગણે છે.
દીવા સાથે જ અજવાળું તેમ ધર્મ થયો કે મોક્ષ તરત થાય. તે ધમ કર્યો ?
અમારો વધારે આગ્રહ નથી. બારમાં ગુણ સ્થાનકે જધન્યમાં. જધન્ય જ્ઞાન માત્ર અષ્ટપ્રવચન માતાનું હોય છે. અનંતાભ સુધી ખેટા કે ખરા, દ્રવ્ય કે ભાવ ચારિત્ર કરશે ત્યારે યથાખ્યાત ચારિત્ર, આવશે. પણ કેવળજ્ઞાન તો એક જ સમયમાં આવી જાય છે. બારમાં ગુણસ્થાને ઓછામાં ઓછું છેલ્લે સમયે આઠ પ્રવચન માતાનું જ્ઞાન હોય છે. અને તેરમા ગુણ સ્થાનકના પહેલા સમયે તેને કેવળ જ્ઞાન થાય છે. તે શી રીતે? ધર્મ પરીક્ષા કરવાનું સમજે પછી જે ધર્મ પ્રાપ્ત કરે તે ધર્મ, અંતમુહૂર્તમાં આત્માનું શ્રેય કરી આપે. હરિભદ્રસૂરિજી મુખ્યતાએ ચોથા પાંચમા યાવત્ તેરમાં ગુણસ્થાનક સુધી ધર્મ માનતા જ નથી, પણ ધર્મ ચૌદમાં ગુણસ્થાનકના છેડે માને છે. ધર્મ મોક્ષ માટે જ છે, જે મોક્ષ મેળવી દે તેજ ધર્મ, જે મોક્ષ ન મેળવી દે તે ધર્મ જ નથી. ધર્મનું કાર્ય એક જ, જેમ દીવાનું કામ અજવાળું કરવું, દીવે થાય કે તરત અજવાળું થાય જ, ધર્મ આપ્યો અને મોક્ષ ન આવ્યું તે મોક્ષનું કારણ ધર્મ નહિ. દીવા સાથે જ અજવાળું થવું જોઈએ, તેવી રીતે બે કલાક કે બે મિનિટ પછી અજવાળું થાય તે કહેવું પડે કે અજવાળાનું કારણ કંઈક બીજુ જ છે. અગર અજવાળું રોકનાર કેઈક છે. કારણની ઉત્પત્તિ અત્યારે થઈને કાર્ય દેશોન ક્રેડ પૂર્વ પછી, બને તો તે કાર્યને તે કારણથી બનેલું કેણ ગણે? કેવળજ્ઞાન થયા પછી દેશેન ક્રેડ પૂર્વ પછી મોક્ષ મળે છે તે કેમ કારણ કહેવાય? ખરો ધર્મ ૧૪મા ગુણ સ્થાનકના છેડે છે કે જે આત્માની શુદ્ધિ સ્વરૂપ દશા થાય તેનું નામ ધર્મ મુખ્યતા એ છે.