________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ખીજે
૧૭૫
હલ્લા આવ્યા હોય તે વખતે સમગ્ર હથિયારથી સામના કરીએ, લડાઈ કરીએ, સવ બળ વાપરીએ અને ફાવી શકાય તેમ નથી, એવું માલમ પડે ત્યારે જ દરવાજા બધ કરીએ છીએ. આપણા જવાના રસ્તાને આપણે જ બંધ કરીએ છીએ, આપણને જવું ગમતું નથી તેમ નથી, પણ શત્રુ આપણા ગામમાં ઘૂસી જશે, શત્રુના ડરથી નગરના દરવાજા અંધ કર્યા, પણ આપણે નીરાંતે બેસીએ કયારે ? આપણા હથિયારા બુઢ્ઢા થયા હોય, આપણી વ્યવસ્થા કામ ન લાગે તેમ લાગતું હોય ત્યારે, દરવાજા બંધ કરી અંદર બેસાય. પૂર્વે કહેવુ વાકય દરવાજા બંધ કરવાનું છે, સૂત્રકારોએ આ વાકય ઘણી જગા પર કહેલું છે. શ્રી ભગવતી સૂત્રમાં પણ આ વાક્ય છે, આવશ્યક સૂત્રમાં ધમ ધ્યાનના અધિકારમાં પણ એ જ વાકય લીધું છે. “ તેજ સાચુ' તેજ નિશંક છે કે જે જિનેશ્વરે જ્ઞાનથી જાણી નિરૂપણ કરેલુ છે.” આ વાત જ્યારે તેમણે જણાવી છે તે તેને રણાંગણના ઘેરાને બચાવ કેમ હેા છે? તેને મુખ્ય સમરાંગણ કેમ ન ગણ્યું ? ઘેરાની સ્થિતિ ઝઝૂમવાની, ન ઝઝૂમી શકાય ત્યારે દરવાજાના કમાડ બંધ કરી માત્ર બેસી રહેવું, એટલે નિરૂપાયે કિલ્લાના કમાડ બંધ કરવા,
પ્ર. દીપક સમ્યકત્વવાળા ગ્ર'થી સુધી કેટલા કાળ રહે?
જ. અસંખ્યાતા, સ`ખ્યાતા અનેે અનંતા કાંળ સુધી ગ્રંથી સુધી જીવ રહે છે. જેમ માછલીએ લાખા વખત દરીયાના કાંઠા સુધી આવે છે પણ બહાર ધૂળના મેદાનમાં આવતી નથી. દ્રવ્યસમ્યકત્વવાળામાટે, ઘેરાની સ્થિતિવાળા માટે સમરાંગણમાં ખૂલ્લા ન પડી શકયા તેને માટે છે. તેજ સાચું, તેજ નિઃશંક જે જિનેશ્વરાએ કેવળજ્ઞાનથી દેખી નિરૂપણ કરેલું છે. આનું નામ દ્રવ્ય સમ્યકત્વ. અથવા તે ઘેરાની સ્થિતિ, અથવા તે સમરાંગણમાં જોર ન ચાલે તે વખતે દ્વાર બંધ કરી ઘૂસી જવાની સ્થિતિ. ભાવસમ્યકત્વ શાસ્ત્રકાર કાને કહે છે. સત્ સંખ્યાક્ષેત્રાતિ'' આ દ્વારાથી જીવાદિક તમામ પદાર્થાને જાણે તેને ભાવસમ્યકત્વ કહે છે. સાર્દિક દ્વારાએ જીવાદિક પદાર્થોનુ જાણપણું કરી માનવું તે ભાવસમ્યકત્વ. એ ભાવસમ્યકત્વને લેતા લેતા આગળ વધ્યા. જ્યાં આપણી બુદ્ધિ ન ચાલી તેવા પ્રકારના સમાધાન
rr