________________
૧૭૬
પ્રવચન ૭૪ મું
કરનાર આચાર્યાદિના જોગ આપણને ન મળ્યા, હેતુયુક્તિમાં પણ ના ફાવ્યા; કોઈ જગ પર આપણી બુદ્ધિની દુર્બળતાને લીધે દુઃખી થયા, બુદ્ધિ તીણ હોવા છતાં ભવ્યાભવ્ય પદાર્થ અને અગુરૂ-લઘુ વિગેરે. પદાર્થમાં હેતુયુક્તિ સંભવતી ન હોય તેવી જગો પર આ વાક્ય પકડી રાખવું. “તમેવ સર્ષ નિઃાં નિફિચં' શ્રી સિદ્ધસેન દિવાકરજીએ કેવળજ્ઞાન ને કેવળદર્શનને એક જ સમય માને છે. શ્રી જિનભદ્રક્ષમાશ્રમણજી સમયાંતરે ઉપયોગ માને છે અને શ્રી મલ્લવાદીજી સાકાર પછી અનાકાર ઉપયોગની નિરર્થકતા માને છે. જેમ તમને ૫૪ ૭=૩૫. પાંચ વખત ૭ કરીને ૩પ કરીને બધા કહી શકે છે. પણ આંક આવડતા હોય તે સરવાળો કરવા જતા નથી, પણ સીધું રૂપ આવડી જાય તે ગણતરી કરવા કોણ બેસે? જ્યાં સ્પષ્ટ આકાર થઈ જાય ત્યાં અનાકારની જરૂર શી? આવી રીતે ત્રણે આચાર્યો જુદા જુદા રૂપે વહેંચાયા છે. આ જગો પર મતિની દુર્લભતા નથી, છતાં આ ત્રણેને કયો નિર્ણય કરે તેના હેતુ કે ઉદાહરણ નથી. તે અહીં શું માનવું ? આચાર્યોએ જે વ્યાખ્યા લખી છે તેમાં એકેને આગ્રહનું સ્થાન નથી. ત્રણ સ્થાનમાંથી જે કેવળીએ દેખ્યું હોય તે ખરું. જ્યાં આગળ કાં તે પિતાની બુદ્ધિની દુર્બળતા હોય અગર સમજાવનાર ન હોય અથવા હેતુયુક્તિ ન મળે, તે વખતે આ વાક્યનું શરણ લેવાનું છે. સમરાંગણમાં ઝઝુમવાની શકિત ન રહે તે વખતે કીલ્લામાં પસી જવાનું છે. આવશ્યકમાં ધ્યાન શતકની ગાથા વખતે શંકા પડે તે વખતે તમેવ સર્જ. એ પદ માત્ર શંકા નિવારણ માટે છે. આપણા પ્રયત્નથી શંકા નિવારણ ન થઈ શકે તે જગો પર આ પદને સ્થાન છે. કિલ્લાના મજબૂત બારણું ઉપયોગી છે, જરૂરી છે, પણ ક્યારે ? ઝઝુમી ન શકે ત્યારે. શકિતવાળા સામાથવાવાળાને, તેવી રીતે નિર્ણય માટે સાધન શાસ્ત્રપાઠે મળતા હોય, તેને માટે કિલ્લાના બારણું ઉપયોગી નથી, પણ પ્રસંગ આવે તે બારણાને ઉપયોગ કરે પણ ખરા! હેતુ ઉદાહરણ મળે ત્યાં સુધી તત્વને નિર્ણય કરે. પણ કોઈ એવું સૂક્ષમ સ્થાન આવે ત્યાં તે તમે શું આ કીલે તૈયાર છે. અર્થાત્ કિલ્લાને ઉપગ સમરાંગણની અશક્તિએ.