________________
પ્રવચન ૭૪ મું
૧૭૪ સમ્યગ દર્શનાદિ મેક્ષ નથી પણ માગે છે
આ ઉપરથી ૪થે ગુણસ્થાનકે સમ્યકત્વ લઈએ તે નકામું, પાંચમે દેશવિરતિ લઈએ તે નકામી, છટ્ઠ–સાતમે સર્વવિરતિ ધર્મ લઈએ તે નકામી ગણવી પડશે. ઉમાસ્વાતીજીએ રચાર્જન-જ્ઞાન-વારિત્રાળ મોક્ષ ના સમ્યકજ્ઞાન દર્શન ચારિત્ર એ મેક્ષનો માર્ગ કહ્યો છે, મોક્ષ કહ્યો નથી. અહીં સમજવાનું એ છે કે અહીં લાલબાગથી ઘાટકોપર બાર માઈલ છે. તે ઘાટકોપર ગામ બારમાં માઈલના છેલ્લા ફલીંગના છેલ્લે મળવાનું છે, પણ મળે ક્યારે ? પહેલે માઈલ, બીજો માઈલ, ત્રિો માઈલ એમ અનુકમે બાર માઈલ ચાલે ત્યારે છેવટે બારમા માઈલના અંતે છેવટના ફલીંગના છેલ્લા પગલે ઘાટકોપર મળે. એક માઈલ ચાલ્યા વગર બીજે માઈલ ન આવે, બીજા માઈલ ચાલ્યા વગર ત્રિો માઈલ ન આવે. તો બારમાં માઈલે ચાલ્યા વગર જવાના શી રીતે ? ઘાટકોપર મેળવી આપનાર છેલ્લું પગલું, પણ તેના પહેલાંના માઈલે ન ચાલીએ તે ઘાટકેપર ન આવે. ૧૪ મું ગુણસ્થાનક આવે કયારે? ૧૩ મું આવ્યા પછી, અનુકમે આવે ત્યારે જ છેલ્લું પ્રાપ્ત થાય. માટે ચોથે ગુણસ્થાનકે જે ધર્મ મનાય છે તે ધર્મના કારણના કારણ તરીકે, ખૂદ ધર્મ તરીકે નહિ. ખુદ ધર્મ ૧૪ માના છેડે છે. એટલે ચૌદમાનું કારણ તેરમું ગુણ સ્થાનક, તેરમાનું કારણ બારમું, બારમાનું કારણ દશમું ગુણસ્થાનક, એમ કરતાં કરતાં કારણ તરીકે ચોથે આવ્યો. ચોથે કેમ અટક્યા ? .
મેક્ષ માર્ગ ૪ થેથી શરૂ થાય
૩ જાનું કારણ બીજું ગુણસ્થાનક અને તેનું કારણ ૧લું ગુણઠાણું કેમ નહિ? ઘરથી નીકળે ત્યારથી ઘાટકોપરનું ડગલું છે પણ માઈલ કયારથી શરૂ થાય? ઘાટકેપરની સડક આવે ત્યારથી માઈલ શરૂ થાય. આ રસ્તે બધે જવા વાળો છે. તેવી રીતે મિથ્યાત્વથી બધે જવાય છે. મિથ્યાત્વ એ માર્ગ કે રસ્તો નથી. વસ્તુતઃ ચોથા ગુણસ્થાનકથી માગ શરુ થાય છે. ભલે તમે હજુ દ્રવ્ય સમ્યકત્વમાં આવે, દ્રવ્ય સમ્યક શી ચીજ? જિનેશ્વરે કહેલું તે જ તત્વ, જીવાદિક નવ પદાર્થો કબૂલ કરે તે દ્રવ્ય સમ્યકત્વ, “તમે સવં નિઃસં = નિને પરેફાં ” લશ્કરને