________________
૧૭૦
પ્રવચન ૭૩ મું પાપથી પેદા થઈ ગયેલા ધનને શું કરવું?
પણ ડાહ્યો હોય તે પાપે પેદા કર્યું તે પુણ્ય કાર્યમાં ખરચવું જોઈએ. આ જીવ મોક્ષ તીર્થકરના પ્રભાવે મેળવે છે. ફળાદેશ વગર હવે વર્તમાન સ્થિતિએ વિચારીએ. જિનેશ્વરની મૂર્તિ જડ કે ચેતન?” જડ, તેમાં સમ્યકત્વ જ્ઞાન કે ચારિત્ર કંઈ પણ છે? નાજી, આ ઉપરથી નકામી ના ધારશો, ચિતામણી રત્નમાં હાથીય નથી, ઘોડાય નથી, છોકરાઓ નથી, શું ભર્યું છે? પણ એની આરાધના કરીએ તે હાથી–ઘોડા-રાજ-રિદ્ધિ-બધું મેળવી શકીયે, તેવી રીતે નિર્મલપ્રસન્નતામય મૂર્તિને આકાર, ચારિત્રનું ઉચું ચિહ્ન એ જ્ઞાન-દર્શનચારિત્ર ત્રણે મેળવી આપનાર છે. ભલે સમ્યકત્વાદિ ન હોય પણ તેમની ભક્તિથી જ મેળવી શકીએ છીએ. સાધુ ચેતનાપ. સમ્યકત્વ જ્ઞાન-દર્શન–ચારિત્રનું ભાજન, ફળાદેશ કાઢી નાંખશે નહિ. વર્તમાન જડ સ્વરુપ મૂર્તિ છે. જિનેશ્વર મહારાજ રાજા સમાન. રાજાને હકમ માનીને પહેલાં કેને આરાધવા પડે? ગવર્નરને કે કલેકટરને ? કહેવું પડશે કે સીધો વ્યવહાર કલેકટર ગવર્નર સાથે, પછી શહેનશાહ સાથે સંબંધ થાય. જિનેશ્વરની મૂતિ શહેનશાહ સમાન પણ ગવર્નર આદિ અધિકારી રુ૫ સાધુની સાથે સંબંધ રાખતા થાઓ, પછી શહેનશાહના સંબંધને પામશે. દાતાર અને લેનારના આશય ભેદ
એક સાધુ સાક્ષાત્ ધમને બતાવનારા દેનારા તેમને ઉપકાર વળી શકે તેવો નથી. માતાપીતાને ઉપકાર કહ્યો છે, તેના કરતાં ચઢતે ઉપકાર ગુરુ મહારાજનો કહ્યો છે. તે ધ્યાનમાં લીધો છે? જે સૂત્રમાં મા બાપને ઉપકાર છે, તે જ સૂત્રમાં ગુરુને ઉપકાર છે. તે ધારીને ગુરુ મહારાજને સારામાં સારી ચીજ દેવી. એ દાતારનો વિચાર થયો, એજ વિચાર ગુરૂને થયે કે મારે સારામાં સારી ચીજ લેવી, જેથી એ શ્રાવકને ઉદ્ધાર થાય. પણ દેવાવાળાના વિચાર લેવાવાળાને નુકશાન-- કારક અને લેવાવાળાના વિચાર દેવાવાળાને નુકશાનકારક છે. લેનારે આ ગાડું મેક્ષ માટે છેતર્યું છે. પિડામાં તેલ ન પુરું તો ગાડું ન ચાલે, જે એજનમાં કોલસા ન પુરૂં તે ના ચાલે. આ મારા શરીર-ગાડામાં મારે ઉંજણું પુરવા પૂરતું જ જરૂર છે. જે ગૃહસ્થ વિચારે કે આમાં