________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૬૯ તે જે પીડા ભોગવશે તેના કરતાં પતાસાંની સાથે દવા લેશે તે પીડા ઓછી થશે. અહીં મા બાપનું મન પતાસું આપવા તરફ નથી, પણ દવા પીવરાવવા તરફ છે, જ્યાં દેખે છે કે છોકરે હઠીલે છે. લાડવા સિવાય લીંબડો પીએ તેમ નથી. અને તેથી તીર્થકર દેખે છે કે આખું જગત ત્યાગમય કેમ થાય. આ ધારણું રાખીને દાન આપે છે. જગતના લાલચુ જીવો લાલચને પામે છે ત્યાગને રસ્તે આવે એવું છે. તેમાં પણ જણાવ્યું છે કે તીર્થકરના હાથનો સ્પર્શ કહો અગર દાનનો પ્રભાવ કહે, અગર લોક સ્વભાવ કહે, કે જેના હાથમાં દાનની રકમ જાય છે, તે તે પરિગ્રહરૂપ છે, તે ડૂબાડનાર છે, છતાં એમના પ્રભાવથી દાન ત્યાગરૂપે પરિણમે છે.
તીર્થકરના સંવછરીદાન જેના હાથમાં આવે તે ધર્મમાં ઉદ્યમવાળા ને તત્ત્વ જાણવાની ઈચ્છાવાળા થાય. આ દાનનો મહિમા છે. અને તેથી જ દાન દે છે. લાડ દે છે, પણ લીંબડાને રસ પીવડાવ છે. તીર્થકરનું સંવછરી દાન હાથમાં આવે કે ધર્મ આરાધવાનું મન થાય, અભવ્ય તીર્થકરનું દાન પામે જ નહિ? સરકાર ચોરી માને. બંદોબસ્ત રાખે, ચોરી કરનારને સજા કરે, ચોરેને માલ માલમ પડે એને સરકાર જપ્ત કરે, તેમાં સરકારને ચોરીનું પાપ ન લાગે. એવી રીતે તમને સારું લાગે કે ખોટું લાગે પણ એક જ કહીએ છીએ કે એ કાયમાંથી એક પણ કાયની હિંસા કરશે તે ડૂબી જશે. પાપની સજા નિયમિત એ છતાં ગૃહસ્થ પિતા માટે આહારાદિ બનાવવા પાપ કર્યું, તેવી રીતે તે નિરારંભનો ઉપદેશ આપીએ ને તમે આરંભથી બનાવ્યું છતાં તે અમે લઈએ તેમાં પાપ નથી. ન્યાયથી એક કેડી ઉપાર્જન કરનારને પરપરિણતિ પહેલાં કરવી પડે છે. મળ્યું– ઠીક થયું એટલે જડની જંજીરોમાં જકડાયે, તેમાં ઠીક માને છે. હવે એ આત્મા જડમાં જકડાયાનું ઠીક માને, તેને પાપ ખરું કે નહિ? આ દષ્ટિથી પેદા કરેલું બાયડીને-પુત્ર-પુત્રીને-સગાવહાલાને કઈ દષ્ટિથી આપીએ છીએ. “મારા મારા” આ એક જ દષ્ટિથી અપાય છે. પરપુદ્ગલ પરિણતિના પાપે પૈસે પેદા કર્યો. પરપુદગલની મમતાએ કામરાગ-સ્નેહરાગાદિ વશવતી પણાના ઘાએ ખરચ્યું, પાપે પેદા કર્યું, પાપમાં ખરચ્યું.