________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો
૧૬૧ જેઓ પોતાના બચ્ચાને તેવી રીતે આપવાને માટે કબૂલ થાય છે, બ્રહ્મચર્ય પળાવવા કબૂલ થાય છે, તેવા મનુષ્ય પોતે કઈ સ્થિતિમાં વતતા હશે? તેમના બચ્ચા પર ત્યાગના સંસ્કાર નાખવા તેમાં ખામી ૨ખાય ખરી? જે ખામી રાખે છે તે કંપનીમાં રહી શકે ખરા? આ કંપનીને નભાવનાર ત્રણ રેખા કહી. શુદ્ધ ખાતું રાખનાર તેમની પાસે હારના શબ્દાદિ સાંભળનાર ભરત મહારાજને આત્મા કઈ સ્થિતિમાં હશે? આ મહાપુરૂષને ત્યાગ વીંટીને પ્રત્યક્ષત્યાગ છે. આગલા ભવનું ચારિત્ર પણ છે. આ વસ્તુ સાક્ષાત્ હોવા છતાં ક્રિયા નથી, એ કહેવાનું કેનું કામ? જેઓને ક્રિયા સાથે કટ્ટર વિરેાધ હોય તેવાઓનું કામ. પણ આ દિશાફેકટરી અનાદિની છે. પ્રસન્નચંદ્રને ક્રિયા હતી, કારણ – સાધુપણાના પહેલાંના બાળબચ્ચાઓ સંબંધીને વિચાર સાધુપણામાં પણ ધક્કો મારે છે, તે સાધુપણામાં ન હોઈએ તે શું ન કરે !!! કુટુંબ, કબીલ, ધન, માલ મિલકતરૂપ સંસારનું ઝેર ઊલટી કરીને કહ્યું છે. સરાવ્યું છે, છતાં કાઉસગ્નમાં પણ ઝેરી હવા આવીને નડી.
નકામું શું? માખી કે દૂધપાક - જ્યાં ત્યાગ ન હોય, સાધુપણું ન હોય ત્યાં રાજરિદ્ધિ છે જુલમ કરે તે વિચાર્યું? ઘણા ગામે, તમ કૃમિંગને વાંદરાને અંગે કહેવામાં આવ્યું હતું કે ઘર કરી નહીં શકું પણ તેડી તે શકીશ. એવી રીતે વૈરાગ્ય આચરી નહિ શકું પણ તોડી તે શકીશ. અહે આટલે ત્યાગ કર્યા છતાં આટલી ઉપાધીમાં આવી પડે છે, તો સંસારમાં ત્યાગ વગર શું ન થાય એવી રીતે પ્રસન્નચંદ્ર આરંભ પરિગ્રહના વિચાર કરવાથી સાતમી નરકના કર્મ બાંધ્યા, માટે વિષય, કષાય વિગેરે સાતમી નારકીના કમ બંધાવનાર છે, એ હૃદયમાં લખી રાખે. સાધુપણુની ક્રિયા નકામી છે, એમ ન બેલો. માખી આવવાથી ઊલટી થઈ તેમાં માખી નકામી નથી ગણવી, પણ દૂધપાક નકામે ગણુ છે. પ્રસનચંદ્રમાં આરંભ પરિગ્રહના ફા. ૧૧