________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૧૫
છે, તે પ્રમાણે અહીં વિચારી લે. કાંચળી પંથવાળાના પરિણામ કયા? ઈદ કરવાળાના પરિણામ ક્યા? પરિણામ બધાના ધર્મના છે. તે કહી દે કે બધામાં ધર્મ છે. શાસ્ત્રકાર કહે છે કે–મહાનુભાવ! આ વાક્ય કઈ જગે પરને માટે છે? “ભાંગ્યું ભાંગ્યું તે એ ભારવટ” તેનું તત્વ ક્યાં છે? જે મકાનમાં ભારવટ ભાંગેલ હોય માત્ર તે ટૂંકા ટેકાથી રહી શકે ને આખું મકાન ઝીલી શકે. ભાંગ્યું ભાંગ્યું પણ મકાન ટકાવે છે. તેવી રીતે આ વાક્ય યાં જોડાએલું છે. દુનિયા માટે જોડાએલું જ નથી. સારા પરિણામે–સુંદર આશયથી સારી ક્રિયા શરૂ કરી, એકે ખરાબ પરિણામે ખરાબ ક્રિયા શરૂ કરી. સારી ક્રિયા શાસથી સિદ્ધ થએલી સમજવી. ખરાબ પણ શાસથી સિદ્ધ થએલી સમજવી. સારા પરિણામે સારી ક્રિયા શરૂ કરી તેમાં આકસ્મિક સંગે કેઈકને ક્રિયાને ને કેઈકને પરિણામનો પલટો થઈ ગયો. આ વખતે કમનો બંધ થઈ ગયો તે વખતે કિયાનો કે પરિણામને બંધ થયે સમજ? પૌષધ કરવા આવ્યા, ચરવળે લીધો. બનેને શાસ્ત્રમાં કહેલા ઈરિયાવહી કરવી છે, તેથી અહી પૂજવા માંડયું. એવામાં માનો કે તમારી દસીથી કેઈનાને જીવ મરણ પામવાની તૈયારીમાં છે. તમારી દસી લાગી ને તે મરી ગયો. આઘાત બીજાથી થયો છે, મરવાની તૈયારીમાં છે, તમારે ધકકો લાગ્યો ને મર્યો તે તમને હિંસાનું કર્મ માનવું કે દયાબુદ્ધિનો જોગ માન? દયા બુદ્ધિ હોવાથી નિર્જરા સંવરજ માનવ પડે. એ જ વાત ભગવતી સૂત્રમાં નિર્ણત થએલી છે.
એક શ્રાવકે લીલોતરી કાપવી નહિ એવા પચ્ચક્ખાણ કર્યા છે. તેજ શ્રાવકને કામ પડયું કે માટી ખોદવા મં , ઊંડે ખોદતા ખોદતા વનસ્પતિ કપાઈ ગઈ. આ જગો પર ગણધર મહારાજે પ્રશ્ન કર્યો કે-આ શ્રાવકને એકની કે બેની હિંસા લાગી? તેના ઉત્તરમાં ગણધર મહારાજને જણાવ્યું કે કેવળ પૃથ્વીકાયની હિંસા લાગી, વનસ્પતિની હિંસા લાગી જ નાહ. પૃથ્વીકાયની હિંસાની બુદ્ધિએ વનસ્પતિ બચાવવાના પરિણામ હતા તેથી વનસ્પતિ કપાયા છતાં હિંસા લાગી નહિં, તે પછી અહીં જયણાનું કામ કરનારે તેને થએલી હિંસા કેવી રીતે પાપ બંધાવે? આ જગપર પાપને અવકાશ નથી. ક્રિયા તે પાપની ચોકખી થઈ છે, છતાં પાપને અવકાશ નથી. પરિણામ જયણાના હેવાથી નિર્જરા થાય છે. એટલે મેટી વાતને ખૂલાસો થશે.