________________
૧૫૪
પ્રવચન ૭૨ મું
કીંમત તમે ગણતા નથી. પથરના ભાઈને ગોઠવવું હોય તેમાં વિચાર, પણ છવ ગોઠવવા વિચાર કરતો નથી કે જે પુણ્ય પાપથી પોષેલા. આત્માનું શું થશે ! જ્યારે જીવને ગોઠવવો છે તેની અંદર તમે ઘરાકની પરીક્ષા કરવા તૈયાર થતા નથી. તમારે ઘેર શાક લાવવું હોય તો કોઈને પણ ભળાવી દે છે, પણ કાપડ લાવવું હોય તે મુનીમને. સોનારૂપાના દાગીના મુનીમને, પણ ઉંચી કીંમતના હીરા મોતી લાવવાં હોય તો ૧૭ને દેખાડ, ૧૮ ને પૂછો, તેનું કારણ શું? મનમાં ધ્રાસકો છે કે લગીર ગફલત ખાધી તે મરી ગયા. બે પાંચ હજારમાં મરી ગયા લાગે છે તો ધર્મની જગો પર અધર્મ આવી જશે તો શું થશે તે વિચાર્યું છે કે નહિ?
હીરા મોતીમાં અમુક નુકશાન અહીંની પેઢીનું, પણ આ ભવની પેઢીમાં અધર્મથી થતું નુકશાન તપાસ્યું છે? ધર્મની જગો પર અધર્મ આવી ગયો તે જવાબદાર અંદરની આત્માની પેઢી છે. તે માટે આપણે બુદ્ધિ દેડાવવી નથી અને આપણે ઉંડા પાણીમાં ઉતરવું નથી. જે આવે. તે કરે પણ માલ લેતા વિચાર કર્યા વગર જ માલ લઈ લો છે ખરા? જે આવે તેને ધીરી દે છે ખરા? રકમનો આધાર, પાછી રકમ મળવાને આધાર, વ્યાજ સહિત રકમ પાછી આપનાર જમે માંડનારની જુસ્સેદારી ઉપર છે, તેવી રીતે જીવને અંગે કશી તપાસ કરતો નથી, તે શું જીવને ઓરમાન માને છે ખરે? વસ્તુતઃ એમ છે, એમ ન હોય તે દુનિયાદારી સગી માના છોકરા તરીકે ન મનાય. દુનિયાદારીની તપાસ દરરોજ કરાય, જમે મંડાવતી વખત, પછી પણ રોજ તેના ઘરના નળીયા દેખાય, વેપાર શું કરે છે તેનું ધ્યાન રખાય પણ આત્મા જેને ધીર છે, ધીર્યા પછી પણ પુણ્ય પાપ સાથે આત્માને લે છે તે સંબંધમાં જ ખરા કે નહિ? જ્યાં આવી રિથતિ છે. ધર્મ અધર્મ જ નથી; આએ પણ ઠીક છે ને એ પણ ઠીક છે. જમાલી કહે તે પણ સાચું ને ભગવાન કહે તે પણ સાચું. જે વખતે જે મળે તે સાચા. એવી સ્થિતિ દુનિયામાં રાખતા નથી અને અહીં રાખે છે કેમ? હજુ જીવની પૂરી કિંમત થઈ નથી. જેવી પૈસાની કુટુંબની કિંમત થઈ છે તેવી હજુ જીવની થઈ નથી. ત્રણ પ્રકારની શંકા થઈ છે. એક જ્ઞાનની શંકા, સમ્યકત્વના દુષણરૂપ શંકા, એક સાંશયિક મિથ્યાત્વની શંકા. ધર્મને આત્મા સાથે જ