________________
ઉપર
પ્રવચન ૭૨ મું પદાર્થ નથી. તે તેની ઉપયોગીતા વગેરે એ પણ આત્મા દ્વારા એ જ તપાસ જોઈયે. ધર્મ એ પરિણામની વસ્તુ છે. - જે કિયાની વસ્તુ નથી તે બધી ક્રિયા કરીયે છીયે એ શું બધી નકામી? ના, નકામી કહીયે તે ક્રિયા નકામી કરી. વાત ખરી પણ તમે ઘડે રેજ દેખે છે તેની સાથે ચક-દંડ અને કુંભાર દેખ્યો? માટે ઘડાને અંગે કુંભાર-દંડચક નકામું એમ કહેવું? ઘડા જોડે ભલે કુંભાર દંડ ચક ન હોય પણ ઘડાની ઉત્પત્તિ તે ત્રણ સિવાય થતી નથી. તેવી રીતે ધર્મ એ કેવળ પરિણામમય આત્માની પરિણતિરૂપ, શુદ્ધ પરિણામ એ જ ધર્મ. આ જગો પર ક્રિયા ઉપદેશક અને ક્રિયાના સાધનને દેખી શકીયે નહિ પણ તે શુદ્ધ પરિણામરુપ ધર્મ દેખીએ તે તેની ઉપત્તિ ક્યાંથી ? કહે કે ઘડા જોડે કુંભાર-ચક્ર-દંડ ન દેખીયે તે પણ ઘડાની ઉત્પત્તિ કુંભારાદિવડે છે. તેવી રીતે આ ધર્મ સાથે ક્રિયા કિયાના સાધન અને ઉપદેશકેથી જ એ ધર્મના પરિણામની ઉત્પત્તિ છે. આ જગે પર કહેનારા છે કે આત્માના પરિણામ એ જ ધમરુપ છે, પછી ક્રિયા તેના સાધન અને ઉપદેશકેનું કામ જ શું? શંકા થાય એમાં કઈપણ પ્રકારે આશ્ચર્ય નથી. શંકા તત્વ જાણવાની ચાવી છે - તે બે પ્રકારે છે. એક તત્વ જાણવાની ઈચ્છારૂપ શંકા અને બીજી તત્ત્વ ડોળવાની ઈચ્છારૂપ શંકા. તત્વ જાણવાની શંકા મેટા ચીર પૂર્વ ઘરને, ચાર જ્ઞાનના ધણીને માટે પણ લાયક છે. જૈન શાશનમાં શંકા કરવાની મનાઈ નથી. પ્રશ્ન કરવાની દરેકને છૂટ છે, પણ કઈ બુદ્ધિએ ? જાણવાની બુદ્ધિએ, તત્વ જાણવામાં નિશ્ચિત પદાર્થ ગ્રહણ કરીને જાણવાની બુદ્ધિ તે જ્ઞાનશંકા જિજ્ઞાસા-સ્વરૂપે સાચી છે. એક તવ જાણવાની ઈચ્છાવાળાની શંકા, એક સમ્યકત્વના અતિચારરૂપ શંકા અને ત્રીજી મિથ્યાત્વને સશયિક નામને ભેદ તેની શંકા. આ ત્રણ પ્રકારે શંકાના છે. શકાના ત્રણ પ્રકારનું સ્વરૂપ
ભગવાન મહાવીર સરખા તત્ત્વનું નિરૂપણ કરનાર, ગૌતમ સરખા તત્વ ઝીલનાર, તેની અંદર ગૌતમ પ્રશ્ન કરે છે કે હે ભગવાન! આપ કયા મુદ્દાએ આમ કહે છે ? ગૌતમસ્વામી સરખા સાંભળનાર