________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો
૧૫૩
કેમ પ્રશ્ન કરે કે-આપ આમ કયા મુદ્દાએ કહે છે? તેને સમ્યકત્વના અતિચારમાં કેમ ન લઈ જવાય? પદાર્થની શ્રદ્ધા હોય. માત્ર હેતુ સમજવા માટે શંકા કરાય તે જ્ઞાન પ્રાપ્ત કરવાની શંકા. વક્તા ઉપર ભાસે, વચન ઉપર ભરે. માત્ર હેતું જાણવાની બુદ્ધિએ પ્રશ્ન કરાય તે પ્રથમ જ્ઞાનશંકા. જ્યાં વક્તા ઉપર ભરોસો નહીં, વચન ઉપર ભરોસે નહીં ને શંકા કરવામાં આવે. વક્તાએ આમ કહ્યું તે સાચું હશે કે કેમ? વક્તા ઉપર ભરોસે ન હોય, વક્તાએ કહેલા પદાર્થો મનાય કે નહીં? એવી વક્તા માટે શંકા થાય તેનું નામ સમ્યકત્વના અતિચાર સ્વરૂપ તે બીજી સમ્યકત્વની શંકા. અન્યની પ્રામાણિકતાને ખ્યાલમાં આવી જાય, શુદ્ધ વક્તા અને અશુદ્ધ વક્તા બંનેમાં શંકા થાય અને તે અનિર્ણયની દષ્ટિથી દેખે તે વખત સાંશયિક મિથ્યાત્વ નામની ત્રીજી શંકા. વક્તા અને તેના વચન ઉપર શ્રદ્ધા હોય. વક્તાના કહેવા પદાર્થો સમજવા માટે, હેતુ યુક્તિ માટે પ્રશ્ન કરે તે જીજ્ઞાસાની શંકા. જેમાં વકતાને માન્યા છતાં તેના વચનને ઉથલે દેવાય તે-અર્થાત્ વકતાને પકડવામાં ન આવે તેમાં અનુકૂળતા પ્રતિકુળતા ગણવામાં આવે તે સામ્યકત્વનું દૂષણ. જ્યારે બે વકતાને ખડા કરવામાં આવે, બન્નેની પ્રરૂપણ સામસામી મેલવામાં અ વે-તેનું નામ શાંશયિક મિશ્રા, આપણે તે આને પણ ન માનીએ, આ પણ ન માનીએ, એવું માનવાવાળા દેઢડાહ્યા પોતાને સમજાવે છે કે હું વધારે ધમ છું. પણ ખરી રીતે એ ધર્મી નથી, પણ શાંશયિક મિથ્યાત્વમાં મસ્ત બનેલ મહામિથ્યાત્વી છે. ધર્મ લેવામાં છેતરાવ તે કેટલું નુકશાન?
ત્યારે અમારે કરવું શું? રૂપીયા મૂકવાના હોય ત્યારે વ્યવહાર તપાસીને, નિર્ણય કરીને, શાહુકારની શાહકારી અને લુચ્ચાની લુચ્ચાઈને નિર્ણય કર્યા વગર તમે રૂપી ધીરીયા છે ખરા? ( સભામાંથી ) ના જી. કેમ નહીં? કહો કે રૂપીયે વહાલો લાગે છે, રેખેને રૂપીયા મારો ડૂબે. પથરા ગઠવવામાં તમારે બુદ્ધિ દેડાવવી છે પણ જીવ ગોઠવવામાં તમારે બુદ્ધિ દેડાવવી ન પી.રૂપીયા એ એક પાર્થિવ વસ્તુ, હીરા માણેક સેનું-ચાંદી વિગેરે ખાણમાંથી જ નીકળે છે. મૂળ પથ્થરના ભાઈ જ છે. એક માના જણેલા. પયરાની કે હીરાની બનેની માતા પૃત્રી છે. આ ધર્મની પરિક્ષા કરવી તેમાં પથરાની જેટલી પણ