________________
આગલરક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૫૧ લગાડી “ઝેરી દવા” લખી દે છે. લેબલ લગાડયા સિવાય ઝેરી દવા આપી હોય તે દાક્તર ગુનેગાર થાય છે. દવા દેવાવાળો દાકતર વસ્તુના દુ૫ગના ગેરફાયદા ન જણાવે તો ગુનેગાર થાય છે. તે અહિં ધર્મ જણાવવા પહેલાં ધર્મની કિંમત, તેના ફાયદા, ન કરવાથી ગેરફાયદા વગેરે પહેલાં જણાવવાં જોઈએ. આ જણાવ્યા સિવાય ધર્મ આપવામાં આવે તે શ્રોતાને વક્તાને નુકશાન કરનાર જ છે.
ગળ અંધારામાં કે અજવાળામાં મુખ કે ડાહ્યો જે કઈ ખાય તેનું મેં ગળ્યું જ થાય. ગોળમાં મીઠાશ, કડવાશની જરૂર નથી. તેને માટે દુ૫યોગ સદુપયોગ સમજાવવાની જરુર પડતી જ નથી. નાના છોકરાને સાકરવાળું દૂધ આપીયે છીયે એનું બચ્ચાંને ધ્યાન હોતું જ નથી અને તેને ફાયદો કરે છે. તો ગળથુથીથી ગોળને ફાયદો ગેરફાયદા જણાવ્યા વગર અપાય તો ફાયદો કરે છે, તેમ ધર્મ પણ સીધે આપે જ જાવ, વરસતો વરસાદ જે ભાજન તપાસવા બેસે તો વરસાદ અખંડ કહેવાય નહીં, તેવી રીતે તમારે ધર્મ આપે જ છે. જેવું પાત્ર હશે તેવું ગ્રહણ કરશે. તમારે તેની પંચાત શી? દષ્ટાંત સર્વ દેશી નથી લેતાં, દષ્ટાંત તે પ્રાયે એક દેશીય જ હોય છે. દષ્ટાંત ઉપર સાધ્યસિદ્ધિ કરવી હોય તો બીજા પ્રકારનાં પણ દષ્ટાંત મળે છે. જૂઠું બેલીને ફાવી ગયે. અને સત્ય બોલ્યા ને સત્યાનાશ નીકળી ગયું. તેના પણ દાખલા છે. શાહુકાર અને દેવાળીયાના પણ દાખલા છે. પવિત્ર અને અપવિત્ર બનેના દાખલા છે. જે ઘડો કાચ છે, પાકો ન થયો હોય એમાં પાણી ભરીયે તે ઘડો ને પાણી બને જાય. તેવી રીતે અહીં ગોળનું દૃષ્ટાંત, વરસાદનું દષ્ટાંત ન લેવું પણ કાચા ઘડાને પાણીનું દૃષ્ટાંત લેવું.
આગળ કહીં ગયા છીએ કે જે પદાર્થ જે ઈન્દ્રિયને એગ્ય હોય તે પદાર્થની તે ઈન્દ્રિયથી કિંમત થાય. શબ્દ જે હોય અને આંખે લગાડીયે તે પરિક્ષા થાય ખરી ? રસ ચાખવો હોય અને શરીરે લગાડીયે તે શું થાય? ધર્મ એ ગેળની માફક બાહ્ય ઈન્દ્રિયને વિષય નથી. એ વરસાદની માફક સંગને વિષય નથી. ધર્મ કાનના વિષયમાં બંધાતો હોય તો કાનનો વિષય કહેત, પણ પાંચે ઈન્દ્રિયમાંથી એકે ઈન્દ્રિય સાથે સીધો સંબંધ ધરાવનાર ધર્મ નથી. ધર્મ એ આત્માના પરિણામ સાથે જ સંબંધ રાખનારી છે. એ શરીર સાથે, છમ સાથે, પ્રાણ સાથે, ચક્ષુ સાથે, છોત સાથે ને મન સાથે સંબંધ સપાથાવાળો