________________
૧૩૮
પ્રવચન ૩૦ મું જેના આત્માને મોક્ષમાર્ગ રૂ૫ રત્નત્રયીની કિંમત નથી, તેવા મનુષ્યને તીર્થકર શા કિંમતી? એમની કિંમત સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્ર પાછળ. સમ્યગૂ દર્શનાદિની કિંમત ન હોય તે તેમની કશી કિંમત નથી, તે મોક્ષમાર્ગને કેટલે કિંમતી માન પડે? સર્વથા મૃષાવાદને ત્યાગ, અદત્તાદાનને ત્યાગ, સર્વથા બ્રહ્મચર્ય, નિષ્પરિગ્રહપણું જેમણે કિંમતી માન્યું નથી, તેમને તીર્થકરની કિંમત શી? હિરાને દલાલ સારે કયારે? હીરાની કિમત હોય છે. તેવી રીતે તીર્થકર મહારાજ રત્નત્રયીના પાંચ મહાવ્રતના દલાલ છે. દાતા નથી, વેપારી નથી, માત્ર દલાલ છે. જે દલાલની આટલી કિંમત કરીએ તો દલાલની ચીજ ધ્યાનમાં કેમ નથી. જેને ચારિત્ર નજરમાં રહ્યું હોય ને તેમના દ્વારા તેની પ્રાપ્તિ તરીકે તેમને પૂજતા હોય, તેમની જ પૂજા, બાકીનાની પૂજા તે નામની જ પૂજા. અંગારમર્દક આચાર્ય અભવ્ય છતાં સાધુપણાના વેશમાં નામથી આચાર્ય કહેવાણા કે નહિં? હરિભદ્રસૂરિજી ફખા શબ્દમાં લખે છે કે-ભગવંત ચારિત્રને કહેનારા-માર્ગ આપનાર છે, માટે પૂજું છું. તે આશય વગરની પૂજા અંગાર મઈક આચાર્ય સરખી નકામી જ છે. હવે મૂળ વાતમાં આવે. પરિણામ એટલે શું?
આપણે અહીં જિનેશ્વરની પૂજામાં હિંસા, વિરાધના થાય છે, એ બચાવ છકાયના બચાવની બુદ્ધિ રૂપે જ બચાવ; તીર્થંકરની પૂજા રૂપે બચાવ નથી. જેઓ પાણી માટે સાધુઓને ભેગ આપે ને અહીં હિસા કરાવે તેમની દશા શી થાય ? આવી રીતે છકાયની દયાની બુદ્ધિથી હિંસા આત્માને બંધ કરનાર જ નથી. ચરવળો ફેરો શા માટે? એમાં કદી જીવાત મરી ગઈ તો પણ હિસાને બંધ નથી. “કિઓએ કર્મ ને પરિણામે બંધ હોવાથી, પરિણામ શી ચીજ? મનના વિચારે નહિં. શાસ્ત્ર સમજી સાંભળી બતાવેલા મુદ્દાથી જે વિચાર રખાય, તેનું નામ પરિણામ. મુસલમાન વિગેરેને અંગે હવે હરકત આવવાની નથી. એકેય શાસ્ત્રને અનુસરીને નથી. અધર્મને અંગે શાસ્ત્રકારોએ જણાવેલી હિંસા તે વિરાધના કરનાર ને નુકશાનકારક છે. સંગમદેવના ઉપસર્ગથી પ્રભુને લેકાવધિજ્ઞાન
સંગમ દેવતાએ મહાવીરને જે ઉપસર્ગ કર્યો તેથી ભગવાનને એ ગુણ થયે કે, જે ગુણ આટલી તપસ્યાથી થયે જ ન હતો. ભગવાન