________________
૧૪ષ
આગમ દ્વારક પ્રવચન શ્રેણ વિભાગ બીજે જીવજીવન
ત્યારે જીવજીવન કયું? જડજીવનને ભય છે, જીવ જીવનનો હજુ ભય થયો જ નથી. બરચાંઓ ગજાવાજાને વિવાહ ગણે છે, કન્યા લાવ્યાના વિવાહ વર કે કુટુંબીઓ ગણે, તેમ આપણે કર્યું જીવન જવાને ભય રાખીએ છીએ. જડજીવન તરફ. જીવજીવન તરફ હજુ દષ્ટિ નથી ગઈ. આત્માને જ્ઞાનગુણું, આત્માને સમ્યગદર્શનગુણ ચારિત્રગુણ એ જીવજીવન. ગયા ભવથી આ ભવમાં શું લાવ્યા? એ જીવજીવન. સિદ્ધપણામાં એ જીવજીવન રહેવાનું. અનંત જ્ઞાન – દર્શન - ચારિત્રપણું વીતરાગપણું એ સિદ્ધપણામાં રહેવાવાળું છે. છતાં તમે જડજીવનમાં એવા ટેવાયા છે કે જીવજીવનની સંભાળ જ નહિ. માતાએ જન્મ આપ્યા, પીતાએ પડ્યા, કેળવણી આપી, ધન આપ્યું અને પરણ્યા, લગન થયા એટલે પહેલી સગાઈ રાણી સાહેબમાં, માતાજી પછી. માતાજીને જુદા ઘરમાં રાખ્યા પાલવે. રાણી સાહેબને જુદા રાખ્યા ન પાલવે. કઈ દશાએ ભૂલે છે? એવી જ રીતે આત્માનો ખો ગુણ ભૂલ્યા. જીવ જીવને ઉપેક્ષા બુદ્ધિએ જુએ છે. છવજીવન ભલે જાય પણ જડજીવન મજબૂત રહેવું જોઈએ. જીવજીવન નજરથી પણ બહાર, ખ્યાલ જડજીવનને. આસ્તિક ને નાસ્તિક, સમકિતી ને મિથ્યાત્વીમાં ફરક અહીં. જડજીવનના ભેગે છવજીવનની રૂચિ એજ સમકતી ને આસ્તિક. જીવજીવનની ઉપેક્ષાએ-નુકશાને જડજીવનને ટકાવવું તેનું નામ નાસ્તિક કે મિથ્યાત્વી. તે જીવન બે પ્રકારના. એક જડ ને બીજુ જીવજીવન. તો જડજીવનને લગીર નુકશાન થાય તે આખી રાત ઉજાગરે કરીએ છીએ. અંગૂઠે પાકે તો શું કરીએ છીએ. કાયમી એતો દસમો ભાગ. આખા કાયબળની અપેક્ષાએ અંગૂઠે કેટલામે ભાગે. કરેડમાં ભાગમા. લગીર નુકશાન તે માટે આખી રાત ઉજાગર કરવા તૈયાર. આત્માને કેવળજ્ઞાન સમયે સમયે અનંત જ્ઞાનાવરણ, દર્શનાવરણી, મોહનીય બંધાય, અંતરાય બંધાય, એ બાબતને ઉજાગર કઈ દિવસ થયે નહીં. જડજીવનના અબજમા ભાગે. એક બગાડ થાય તે વખતે કેટલું થાય છે. જીવજીવનને આખે બગાડો થાય તેમાં લક્ષ કયું આવે છે. મહાપુરૂષે માથે પાળ બંધાઈને અંગારા નખાયા તે વખત જીવજીવન તરફ કેમ સ્થિર રહ્યા હશે! અંગૂઠા માટે ફા. ૧૦