________________
૧૩૬
પ્રવચન ૭૦ મું
અમુકાય વનસ્પતિ ત્રસ વિગેરે જીવેની દયા માટે સેંકડે સાધુઓને ભેગ આપ્યો.
જે તીર્થકરાએ પાણીની વનસ્પતિની ત્રસજીવોની દયા પાળવા માટે હજારો સાધના ભોગ આપ્યા, સાધુઓ તરસ્યા થયા તે વખત પાણી છતાં પણું પીવાની આજ્ઞા ન આપી. સચિત્ત હોય ને ન આપી હોય તે તે બનવા જેગ હતું, પણ અચિત્ત પાણી હતું ને આજ્ઞા ન આપી. તળાવનું પાણી કઈ વનસ્પતિના ગે અચિત્ત થઈ ગયું છે, છતાં આજ્ઞા ન આપી. હું કેવળજ્ઞાનથી અચિત્ત જાણું છું પણ વ્યવહાર શું થઈ જાય કે-તળાવના પાણું તીર્થકરના કાળમાં પણ વપરાયા હતા વ્યવહારથી ભવિષ્યમાં કોઈ તળાવના પાણીને ઉપયોગ ન કરે તેથી ન વપરાવ્યું ને અનશન કરાવ્યા. સ્પંડિલ-જમીન ફાસુક હોવા છતાં આજ્ઞા ન આપી. જેમણે પાણી વન
સ્પતિ પૃથ્વીકાયના રક્ષણ માટે સાધુની જિંદગી બરબાદ કરી છે, તેવા પિતાની પૂજા માટે દહેરા બંધાવવાનું કહે, ધૂ૫ સળગાવવાનું કહે, તે કઈ પણુ રીતિએ ગળે ઉતરે તેવું નથી. જે તીર્થંકર મહારાજાઓ પૃથ્વીકાયાદિકની રક્ષા માટે પોતાના હજારે સાધુને ભેગ આપે છે તે પોતાની પૂજા માટે પાંચે સ્થાવર વધ કરવાની રજા આપે–તેમ બન્યું નથી આ બધી પૂજા દહેરા તે તીર્થંકરના બહુમાન માટે છે. દેરા ચણવાના કહ્યા હોય તે તીર્થંકરની કફેડી સ્થિતિ થાય. છએ કાયની દયા માટે હેય તેજ દ્રવ્ય પૂજા
શા માટે પૂજાની વાત કહી છે? અમે છએ કાયના અભયદાન દેવાવાળા થઈએ, દેરા પૂજા ધૂપ દીપક શાને માટે? અમે છએ કાયની દયા પાળનારા સંજમર્નાળા થઈએ, એ માટે જ પૂજા છે. પહેલી વાત હવે નીકળી ગઈ કે–પોતાના માન માટે પૂજા પ્રવર્તાવી હતી, તે વાત નથી. આટલા પૂજા કરનારાને પૂછીએ કે સંયમ મળે એ માટે પૂજા કરૂં છું—એમ ધારણાવાળા કેટલા? ભગવાનની પૂજા સંયમ માટે છે. આ માટે સમજવાનું છે. પહેલાં આ સિદ્ધાંત ઉપર વિચારે કે-એવા કેટલા ટકા કે સંયમ માટે પૂજા કરું છું. સંયમ માટે પૂજા કરવાવાળો વગ અલ્પ છે. તે ભગવાનની પૂજા કરવાવાળા વર્ગ પણ અલ્પ છે. પ્રચાશકમાં ચેખા શબ્દમાં લખે છે કે–જેઓ સંયમની ઈચ્છાએ, જેઓ સર્વથા પાપને ત્યાગ કરો એ ખત આવે, એ બુદ્ધએ પૂજા કરનારા એજ દ્રવ્યપૂજા કરનારા