________________
બગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૧૨૯
વવામાં મિચ્છામિ દુકક ને જરૂર પ્રયત્ન કરે. તે સીધી વાત વાંકી પડી. માફી માગવાથી, પતિક્રમણ કરવાથી, મિચ્છામિ દુક્કડં દેવાથી તે પાપ જાય ને બીજું પણ જાય તે વાત અવળી કેવી રીતે કરે છે? તે સમજે. માફી માગવા પાપ કરનાર માયા-મૃષાવાદી છે.
ટેવ કયારે પડે ? જ્યારે પ્રસંગ ઉભો થાય ત્યારે, પ્રસંગ વગર ટેવ પડે નહિ. ત્યારે ટેવ પાડવા માટે પ્રસંગ ન હોય તે ઉભો કરે જોઈએ. આંક લખવાને પ્રસંગ હોય તે આંક લખો પણ ટેવ પાડવા માટે લખેલા ભુંસીને પણ લખવા જોઈએ, તેવી રીતે અહિં મિચ્છામિ દુક્કડે કયારે દેવાન? પાપ કરાય ત્યારે. મિચ્છા મિદુદ્ધની ટેવ પાડવા માટે શું કરવું જોઈએ? જાણી જોઈને પાપ કરવું, તેમ કરીએ તે પાપ પ્રસંગ થાય, એટલે મિચ્છામિ દુક્કડનો પ્રસંગ આવે. જેમ વધારે ચોખા અક્ષર લાવવા માટે ભુંસી ભુંસીને લખવા, તેમ કરે તેજ અક્ષર ફખા આવે તેવી રીતે વારંવાર પાપ કરીને મિચ્છામિ દુક દે તો મિચ્છામિ દુકર્ડમાં મજબુત થઈ જાય. હવે તપાસ. કઈ લાઇનમાં આવ્યા? મિચ્છામિ દુક્કડંની ટેવ પાડવા માટે પાપ કરવું. આવી રીતે જેઓ કરતા હતા તેને માટે ગાથા હતી. તે ભાવે એટલે મિચ્છામિ દુક્કડ દેવાને ભાવે, જે પાપને સેવે. હવે સમજણ પડી? માફી માગવા માટે પાપ કરનારે માયી–મૃષાવાદી છે. એક બાજુ પાપ કહે છે ને બીજી બાજુ કલ્યાણનું કારણ કહે છે, તેથી મૃષાવાદી છે. લોકેને પાપ કહે છે, પણ મનમાં સારૂં માને છે. આ પાપથી જ તરી જઉં છું, એમ માને છે તેથી માયી. જુઠાપણું–કપટ આવ્યું કે નહિં. આવી લાઈને કપટ જૂઠ શાસ્ત્રકારે કહ્યા હતા તે નહિં ગણકારતા અવળે રસ્તે લઈ લીધું. પિતાથી થતું નથી, કરવાવાળાથી પિતે હીન ગુણ દેખાય નહિં, માટે આ પડિકમણું છેડાવે છે. કરવું પડે માને તે કેડ પૂર્વ સુધી વાંધો નથી. એ વાત કૃષ્ણમાં વિચારીએ. કૃષ્ણ મહારાજે છોકરીના વિવાહને અંગે શું વિચાર્યું? આ સંસારમાં પડશે. તે એના આલંબને બીજી પડશે; આથી પડતીને બીજી પાડશે, તેને કેમ બચાવું? એ બુદ્ધિ છે. કોઈ દહાડે તમને એમ તમારી છોકરી પ્રત્યે આવે છે? તેમાં તે લ્હાવો મનાય છે. બેલા આવી પડી છે, કરવી પડે છે. તે હજુ માન્યતા થઈ નથી. કારણ એક જ-હજુ સુધી સમ્યફત્વની સ્થિતિ ધર્મની કિંમત સમજવાનો વખત આવ્યા નથી.