________________
૧૩૨
પ્રવચન ઉ૦ મું
શી રીતે કરવી? જગતના પદાર્થોની કિંમત કરવાના રસ્તા છે. કારણ જગતના બધા પદાર્થો ઇદ્રિયથી તપાસવાના છે. ચાહે તે લ્યો, વાજું કાનથી, સેનું રૂપું આંખથી, સુગંધ નાકથી, ગેળ જીભથી, રેશમ આંગબીથી તપાસીને ત્યાં છે. ઇક્રિયા દ્વારાએ જગતના પદાર્થો તપાસવાના છે. તેથી બાહા-વ્યવહારથી તેની કિંમત કરી લેવાય છે. દુનિયામાં એમ કહેવાય છે કે “સાચામાં મતભેદ હોય નહિ દુનિયાદારીમાં બેને બે ચાર કહેવામાં મતભેદ દેખ્યો? ત્રણને ત્રણ છ કહેવામાં મતભેદ છે? તદ્દન સાચી વસ્તુ છે. તેમાં મતભેદ હેય નાહ. જેમાં મતભેદ હેય તે સર્વથા સાચી ગણાય નહિ. સાચામાં મતભેદ હાય નહિ. આ કહેવાનું તત્વ કયાં છે? ધર્મ, આત્મા, સંવર, નિર્જરા વિગેરે શાસ્ત્રીય પદાર્થો બધા મતભેદવાળા છે, તેથી ધર્મ એ સાચો પદાર્થ જ નથી. એણે લક્ષણ કયાં બાંધ્યું? સાચે હોય ત્યાં મતભેદ હેય નહિં અને ધર્મ, દેવ, ગુરૂ, શાસ્ત્રોમાં મતભેદ છે માટે તે સાચા નહિ–આમ કહેનારા નિકળે છે. એમને જ કહી શકીએ કે-જેણે દારૂ પીધો હોય તેમને પૂછો કે બેને બે કેટલા? સનેપાત થયેલ હોય તે મનુષ્યને બેને બે છ કહીએ તે બેને બે ચાર કહેનાર જૂઠે? એ જુઠો કેમ કહેવાય ? એતે મુંઝારાને લીધે છ બેલે છે. સાચી વસ્તુને સાચારૂપે કેણુ ન માને? જેઓ મિથ્યાત્વ મોહનીયમાં છાકેલા હોય, દર્શન મેહનીયમાં છાકેલા હેય, તે સાચાને જુઠે કહે તે સાચે પદાર્થ જૂઠે થઈ જતો નથી. આંધળો ને ઘુવડ સૂરજને નહિં દેખે, તે આંધળો કે ઘુવડ કહે કે સૂરજ જેવી કેઈ ચીજ નથી તે આપણે શું તેમ માનવું? તેવી રીતે ધર્મની કિંમત તમે દુનિયાદારીની રીતિએ કરવા જાય તો તે કઈ દિવસ કરી શકાતી નથી. અમારા ધન કુટુંબ શરીર ઘર બગીચા બાંગલા વધારી દે તેનું નામ ધર્મ તે ધર્મની પરીક્ષા કરવામાં ભૂલ્યા છે. ઇંદ્રિયોનાં વિષય દ્વારાએ ધન કંચન કામિની કીતિ કોઈપણ દ્વારાએ ધર્મની કિમત કરવા માગો તે ધર્મના સ્વરૂપમાં ભૂલો છે. ધર્મ ક્યા દ્વારા જાણવાનો? એટલા જ માટે કહ્યું કે
सूस्मबुद्धया सदा ज्ञेयो धर्मो धर्मार्थिभिर्नरैः ।
अन्यथा धर्मबुध्यैव तद्विघातः प्रसज्यते ।। તમે જે ધર્મના અર્થી છે, અર્થી ન હ ને કુલાચારે કે શેઠના દબાણથી દાક્ષિણ્યતાથી કરાતે ધર્મ બારીક બુદ્ધિથી વાત નથી. ધર્મની