________________
' .
.
- પ્રવચન ૬૫ મું
વખત ચારિત્ર પાલ્યા છતાં શાસકારોએ તેમનામાં સમ્યકત્વ ગણ્યું નહિ. ધર્મની કિંમત કરવામાં ભૂલ થઈ. ઋદ્ધિ સમૃદ્ધિ ધન માલ મિલકત બાયડી છોકરા આબરૂ આ વિગેરે જ્યાં સુધી ધર્મની કિંમત કરવામાં આવે ત્યાં સુધી સમક્તિ ગણાય નહિ. નવ સૈવેયકને લાયક સાધુપણું અનંતી વખત પાલ્યું પણ સમ્યક્ત્વ ન આવ્યું. કારણ? કિમત કરવામાં ભૂલ કરી. આત્માના ગુણો પ્રગટ કરવા, સ્વસ્વરૂપમાં સ્થિર થવા જે કિમત કરવાની હતી તે ન કરી. તે ન કરવામાં અનંતી વખતના ચારિત્ર ધૂળમાં ગયા. અનંતી વખતે તમારા દીપક સમ્યક્ત્વ, તે નકામા ગયા. દેશવિરતિચારિત્ર નિષ્ફળ ગયા, તેવું આ વખત ન કરે. તમારુ જ્ઞાન સમકિત દેશવિરતિ સર્વવિરતિ અનંતી વખત નકામી ગઈ. શાથી? ધર્મની. કિંમત ધ્યાનમાં ન લીધી તેને લીધે. એવી રીતે અત્યારે પણ ધર્મની કિંમત ધ્યાનમાં નહિં લે તે સમ્યફ દેશવિરતિ ને સર્વવિરતિની. કરણી કચરાની ટેપલીને આધીન થશે. તેથી ધર્મના ભેદ બતાવતા. પહેલા ધર્મની કિંમત બતાવે છે. શયંભવ સૂરિજીએ પહેલાં ધમાં સંકુશ કહ્યું ને પછી કલા સંગનો તો કહ્યું. ધર્મની કિંમત સમજાવવાની પહેલી ફરજ. આ લૌકિક ફળ સમજાવે તે પહેલાં ધર્મની. કિંમત ને તેનું સ્વરૂપ, તે ન જાણવામાં આવ્યા તે ઝવેરીના બચ્ચાંના હાથમાં આવેલો કોહિનૂર માત્ર ચાટવાના ઉપગમાં જ આવવાને. ધર્મની કિંમત સમજ્યા વગરનાને કેવળ પદ્ગલિક સુખ માટે જ ધર્મ ઉપગી લાગે, આત્માના સુખ માટે તે ધર્મ કામ લાગતું નથી. તેના જ અંગે આપણી માંકડાના જેવી ચેષ્ટા થાય છે. તમને માંકડામાં ન ગણાવીએ, પણ આપણી વર્તણુંક તપાસીએ તે માંકડાની સ્થિતિમાં જ છીએ..
આપણું અને માંકડાની રિથતિમાં કે તફાવત?
એક રાજા પાસે કોઈ માંકડાને શીખવીને લઈ આવ્યો છે. નિયમિત એવા કે જાતિવભાવ ચંચળતાનો તે પણ જેનો છૂટી ગએલે હતે.. એવા કેળવેલા શીખેલા માંકડા રાજા પાસે મેલ્યા. સાહેબ! લીજીએ. રાજા પૂછે છે કે શું કામમાં આવશે ? સાહેબ! પહેરેગીરકા અચ્છા કામ કરતા હૈ. મશાલચીનું સારું કામ કરે છે. એ માંકડાને બે બાજુ ઉભા રાખ્યા, ત્રણ ચાર પાંચ કલાક દરબાર ચાલે તે વાંદરા દીવી લઈ ઉભા રહે છે. દીવાનને કહે છે કે આ માંકડા કેવા છે? સીપાઈના પગાર બચ્ચા.