________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૭ કહે કે મહારાજ આવ્યા આવ્યા બાલવા મંડે છે. તેવી રીતે તમે સંસ્કાર પાડયા હતે તે તમારે છોકરો નાસ્તિક થતે નહિ ને તમે નાસ્તિકના બાપ બનતે નહિ. આપણે કાયદાથી ધર્મથી સગીરના વતન માટે જવાબદાર છીએ. તમારા બચ્ચાં નાસ્તિક થાય તેના જવાબદાર તમે પોતે છે. જો તમે ધર્મની કિંમત કરી હતે, તે તમારા બચ્ચાને નાસ્તિક થવાનો વખત ન હતો. જેનના નામે ચાલતી સ્કૂલોમાં પડીમાં ઉર્ફે ખલ માસ્તર જેમ તેમ લખે તેની સામા આસ્તિકના છોકરા જ ટકી શકે. કેઈ નિશાળમાંથી ભણીને આવ્યો, પાંચ સત્તા સાડત્રીસ કહે તે માસ્તરને કે પકડો છે? માસ્તર પર કેવા ખીજાઈ જાવ છે? એવી રીતે ધર્મ વિરૂદ્ધના સંસ્કાર થાય તે વખતે મનમાં કંઈ થાય છે? મારૂં કહેવાનું તત્ત્વ એ છે કે–તમારી સરખી રીતે વ્યવહાર કરનારાઓ પોતાના બચ્ચાંને પોતાના ધર્મના આસ્તિક બનાવે છે. તમે એવા કેવા કે તમારાં બચ્ચાં નાસ્તિક બને છે? તમારી જોડે રહેનારા વગર પૈસાએ દીગંબરોએ કેવા તીર્થોના કાર્યો કર્યાં છે? કહે એમણે પોતાના બચ્ચામાં બચપણથી આસ્તિકતાની જડ નાખી છે. તમને કકાની કિંમત, વ્યાપારની કિંમત ધ્યાનમાં આવી છે, પણ ધર્મ ની કિમત ધ્યાનમાં આવી નથી. તેથી છેકરે કે થયો છે, તેની કિંમત નથી. હજુ સારું છે કે તમને ગુરૂઓ મલ્યા છે. એ લોકોને ગુરૂઓ મળતા નથી. ઉનાળે ઉભાગી નિકળે છે, શિયાળે સમાઈ જાય છે. એ છતાં તેઓ આસ્તિક બન્યા છે. વગર ઉપદેશ બચ્ચાંને આસ્તિક બનાવી શક્યા. તમે પચીસે વરસથી ગુરના સમાગમવાળા, તે ગુરૂ ન હતું તે તમે શું કરતે? માટે ધર્મની કિંમત સમજે. આ ત્રણ જગતના રાજ્યને ધર્મ આગળ કેડી જેવી કિંમતનાં ગણે છે, તેથી શ્રેણિક રાજા તથા ચેડા મહારાજા આવી વખતે પણ ધર્મમાં દઢ રહી શક્યા. હવે ધમ કેવી રીતે સમજવ, તેના ભેદે કેવી રીતે સમજવા ને કરવા, એ અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૬૬ મું
અષાડ વદી ૯ શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે–આ સંસારમાં ધર્મ એ ઉત્તમ ચીજ છે, તે ધર્મ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યારે લેખે
ફી, ૭