________________
પ્રવચન ૬૬ મું
લાગે છે, સમ્યક્ત્વ પ્રાપ્ત થએલું હોય તેને સંસાર પણ ઓછો થઈ જાય છે. તે માટે કહ્યું કે-અર્ધપુદ્ગલ-પરાવર્ત સંસાર કેને? સમ્યક્ત્વવાળાને તેમ નહિ. સમ્યક્ત્વવાળાને અર્ધપુદગલપરાવર્ત સંસાર હોય નહિં. આ શાસકારનો નિયમ છે. સમ્યફવાળાને અર્ધપુદ્ગલપરાવર્ત હોય તે નિયમ નથી. તેમાં ફરક શો? રાત-દિવસનો. જ્યારે સમ્યફત્વ પામે ત્યારે અર્ધપુદગલ-પરાવર્તન ફરવું જ પડે–આ નિયમ નથી. ઉત્કૃષ્ટી આરાધના કરનાર તદ્ભવે પણ મોક્ષે જાય, અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક સંસાર હોય જ નહિં. સમ્યકત્વ પામ્યા પછી અર્ધ પુદગલ પરાવર્ત કેને હોય? જગતમાં જે આશાતનાના પદાર્થ તેની આશાતના મગજમાં , ઊંચામાં ઊંચી આશાતના કઈ?
મહાવીર ભગવંત ઘરમાં બે વરસ કેવી સ્થિતિએ રહ્યા?
ચંડકૌશિકના દષ્ટાંતમાં કઈ સ્થિતિ આવી છે. જેના વચન ઉપર આખો સંસાર બાયડી કુટુંબ વિગેરેને ટળવળતા મૂક્યા છે. એક વખત રજાથી નીકળ્યા હોય તે પણ ટળવળતા જ મૂકેલાને? નીકળતી વખત આખા જગતની વતીનું સ્નાનસૂતક બંને કરી ત્યે છે. તેથી નંદીવર્ધનના કહ્યાથી ભગવાન મહાવીરે ઘરમાં બે વરસ સુધી સાધુપણાની ક્રિયા કરી. એ દાખલાને કયા રૂપે લેવાય છે. માખી બાવનાચંદન પર નહિં બેસે, વિષ્ટા ઉપર જ બેસશે. શરીરના સારા ભાગ પર નહિં બેસે પણ ગુમડા પર જ બેસશે. કીડી પણ કલેવર ઉપર દેડવાના સ્વભાવવાલી છે. તેવી રીતે જેઓના સ્વભાવ મોહની પ્રવૃત્તિમાં જવાનો હોય તેવાને આપણે વિશેષ કહી શકીએ નહિં. ભગવાન રાજકુટુંબના મનુષ્ય, નંદીવર્ધનના નાનાભાઈ છતાં મુરબ્બી. આવા ભગવાન દુનિયાદારીથી વિરક્ત દશામાં ઘરમાં રહે તો તમારાથી કેટલું ખમાય? નંદીવર્ધન કેવીરીતે ખમી શક્યા હશે? મારે માટે કંઈપણ તમારે બનાવવું નહિ. એ શબ્દ શી રીતે સંભળાયા ને અમલ કઈ રીતે થયો હશે? સામાન્ય બે લાખની ઋદ્ધિમાં સચિત્ત અચિત્તને ખ્યાલ ઉડી જાય છે, એવા રાજકુટુંબમાં બે વરસ શી રીતે રહી શકે ? જે એમણે સચિત્ત બંધ કર્યું. સચિત્ત પાણી પણ ન પીવું, તે સગાવહાલાંની નજરે નિયમ પાલે તે સગાવહાલાથી કેમ સહન થયો હશે? દાખલો લેનાર આ બાબત પર ધ્યાન રાખે છે ? જે કાંઈ ધર્મકરણ કરે તે વખતે આપણે