________________
૧૧૨
પ્રવચન ૬૭ મું
ભગવાન સહીલે પણ ભક્ત ન સહીલે
સમતાને ધારણ કરવાવાળા નિર્જરા માની સહન કરે, પણ ભક્તોથી સહન ન થાય. માબાપના અપમાન તમારાથી સહન ન થાય. ભગવાનને જે ઉપસર્ગ કર્યા તે મહાવીરે સહન કર્યા. કાળચક મૂકવું તે પરીક્ષાની રીતિ નથી એમ પણ નથી કહ્યું; મહાવીર દેવ સહન કરે છે પણ તેમને ભકત ઈન્દ્રથી કેમ સહન થાય? પરીક્ષા સુધી ઈન્દ્રને સહન કરવું એ સંતવ્ય હતું. પણ જૂઠી રીતે પરીક્ષા કરે તે નથી ક્ષમ્ય. આ પરીક્ષાની રીતિ છેડીને કરેલું કાર્ય મહાવીર સહન કરી ગયા પણ ઈન્દ્રથી એક રૂંવાડે સહન ન થાય. જે સંગમ દેવલોકમાં પગ મૂકે છે, ત્યાં ઈ મેં ફેરવી દીધું. તારૂં દુષ્ટનું મેં પણ નથી જવું. જમણ ભૂજાને સંગમ સામાનિક દેવ છે. ઈન્દ્ર જેવી જ લેશ્યા અને વૈભવને ધારણ કરનારો સામાનિય દેવ છે. આવો ઊંચ્ચ કોટિનો દેવતા છતાં દુષ્ટનું મેં દેખું તો મારે આત્મા મલીન થાય છે. આ માટે દુષ્ટ પાપીને આ સ્વર્ગમાંથી કાઢી મેલો કે આખા દેવલોકમાં તે રહેવા ન પામે. ફાંસી કે કાળાપાણીની સજા જેટલી અસર ન કરે તેના કરતાં સામાનિકને આ હુકમ થાય તે કઈ સ્થિતિ? જેને આબરૂની ઉત્તમતાનું ભાન નથી, આવી દશા પામેલાને “સંઘ બહાર કરે ભલે ” આ કેના મોંમાંથી નીકળે? બાવળીયાને છાંયડો બતાવનારને. અહીં સંગમ દેવતાને દેવલેકની બહાર કાઢવામાં આવે છે, તેને પ્રાણાંત સજા જેવી લાગે છે. દેવીને કેઈને સાથે ન જવા દેશો. ક્રેડ ક્રેડ જોજન છેટે કાઢે. દેવાંગનાએ વિનંતી કરી ત્યારે દેવાંગના ઈન્દ્રનો હુકમ લઈને જઈ શકી. પરીક્ષામાંથી ઠેષ ઉપર ઉતર્યો તે ઈન્દ્રથી સહન ન થયું. આખા દેવલોકના દેવ ઉછળી પડે તે પણ મારે શિક્ષા કરવી છે. દેવલોકના કરતાં ભગવાનની કિમત જબરજસ્ત કરી હતી. અહીં ધર્મ સંભળાવું, પ્રતિજ્ઞા કરાવું તે પહેલાં ધર્મની કિંમત કરતાં શીખે, નહીંતર એ સંગમની માફક કલ્યાણ કરનારે થશે નહિં. ઈન્દ્રથી દૂર રહેલા મહાવીર એ ઈન્દ્રનું કલ્યાણ કરનારા થયા, આટે જ ધર્મથી કલ્યાણ કરવું હોય તે પહેલાં ધર્મની કિંમત સમજવી એ વિગેરે અધિકાર અગ્રે વર્તમાન.