________________
આગગોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૧૫
પડે, રોજનું એમ ચાલે? આ ઉપરથી કેટલાક કહેવાવાળા છે કે-રોજ પ્રતિક્રમણ કરે છે ને પાછા એના એજ. આવું પડિકમારું કરનાર અમારી દષ્ટિએ ઢોંગી છે એમ કહેનારા છે. રોજ પાપ કરવું ને જ આલોવવું એ ઢગ છે. તેને સમજવાની જરૂર છે, કે રજ હાથ ધોવા ને ફરી રેજ હાથ મોંમા નાખી એંઠા કરી દેવે છે. કેમ મેંમાં આગળાં નાખે છે. રોજ રોજ કેમ બગાડવા ને પાછા દેવા ? જે પ્રતિક્રમણ કરવાવાળા ઢોંગી તે હાથ ધોવાવાળા લુચ્ચામાં લુચ્ચા. દુનિયાદારીથી પાપ થયું એ. આવવું. લગીર પણ વગર પ્રજનનું પાપ લાગે તે દીલમાં આંચકો આવે. દુનિયાદારીથી બોલનારને આ સમાધાન બસ છે. પણ જે દાઢારંગ છે. દુનિયામાં નિયમ છે કે જે મૂખ હોય તેને સમજાવો સહેલો છે. સીધી રીતિએ એકસે ન આપે પણ પાંચ વીશીએ સે આપે, પણું સમજુ હોય તેને સોએ ના કહેવા પડે ને પાંચ વીશીએ ન કહેવી પડે. તે તે ઈસારામાં સમજી જાય, જેવી ચીજ હોય તે પ્રમાણે ઈશારાથી સમજી જાય. પણ જે જ્ઞાનના લેશમાત્રથી પંડિતમન્ય થઈ ગએલા હોય, જેને તમે દેઢડાહ્યા કહે છે. એવાઓને બ્રહ્મા પણ ખુશી ન કરી શકે, સમજાવી ન શકે. પણ પેલા દાઢારંગા એને તે ગળે વળગાડવું નથી. એ રસ્તે કરે છે કે મને તે કઈ કહે નહિં ને કરવાવાળા પ્રતિક્રમણ છડી ઘેર બેસી જાય. આ દાઢારંગાઓની દાનત કઈ સ્થિતિમાં જાય છે? અમે તે પ્રતિક્રમણ નથી કરતા, ન થાય તેટલી ભૂલ ગણુએ છીએ, પણ. રોજ મિચ્છામિ દુક્કદે દે ને રોજ પ્રતિક્રમણ કરવું, તે મૃષાવાદીને શાસ્ત્રકાર પ્રપંચી કહે છે. આ બીજા બધાના પ્રતિકમણ ઉડાડી મેલવા માટે સુરંગ મેલી છે. મિચ્છામિ દુક્કડ તેજ માણસ દઈ શકે કે જેને ફેર પાપ ન કરવું હોય. જે મિચ્છામિ દુક્કડ દે ને પાછું પાપ કરે તેને તે કપટી અને મૃષાવાદી ગણે છે. માટે તમારે કપટી ગણાવું હોય તો તમે જાણે. અને તે જેમાં શાસ્ત્રકાર કપટી મૃષાવાદી કહે, તેમાં અમારે પ્રવૃત્તિ કરવી નથી. આમાં –
મિચ્છામિ દુક્કડં દઈ પાતિક તે ભાવે જે સેવેરે, આવશ્યક સામે તે પ્રગટ માયા મેસને સેવેરોન ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજીએ આ સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં આ ગાથા જણાવી છે. તે પોતાની કલ્પનાથી કહેલી નથી. આવશ્યકની અંદર જે ગાથા છે તેના અનુસારે જ કહેલી છે તે ગાથા આ પ્રમાણે જાણુવી.