________________
૧૧૦
પ્રવચન ૬૭ મું એકલી ઉજળી સાઈડ જેવાય છે, તે બને સાઈડ જેવી જોઈએ? નહિતર અભવ્યને અહીં આવવાની, છ મહિના રખડવાની જરૂર ન હતી. ભગવંતના ચિત્તને અંગે એક શંકા
ભગવાન મહાવીર કેવળી છે કે છદમસ્થ? પ્રશંસા કરી તે વખતે મહાવીર છાસ્થ છે કે કેવળી છે? અંતઃકરણ અંતમુહૂર્ત ઠેકાણે હતે તે કેવળજ્ઞાન મેળવ્યા સિવાય રહેતે નહિ, ને સાડાબાર વરસ મહેનત કરી છતાં હજુ કેવળ મેળવ્યું નથી. તે હજુ મહાવીરે મન માંકડાને હાથમાં લીધે નથી. એમ કહીને ઈન્દ્રને બોલતો બંધ કરી શકતું અને છ મહિના મહાવીર પાછળ ફરવાની જરૂર ન હતી. અંતમુહૂર્તથી વધારે ચિત્ત સ્થિર થાય, તેને ક્ષપકશ્રેણિ માંડી કેવળજ્ઞાન થાય. બારમા વરસને ઉપસર્ગ છે. બાર વરસ સુધી તપસ્યા પરિષહ ઉપસર્ગો સહન કર્યા તે ચલચિત્તપણે કર્યા છે. ચળચિત્ત ન હતું તે બાર વર્ષ સુધી રખડવાનું હતું જ નહિ, છઠે ને સાતમે ગુણઠાણે જાય ને આવે. ઈન્દ્રને બોલવાનું એક પણ સ્થાન ન હતું, ઉપસર્ગ પરિષહની જરૂર ન હતી. પણ એકજ વાત હતી કે અભવ્ય છતાં વસ્તુ સમજતા હતા. માન ન હતા એ વાત જુદી. અનંતાનુબંધી કષાય જ્યાંથી જાય ત્યાં અવગુણ હોય તો પણ તે પ્રશંસનીય છે. અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાન કષાય જાય તે પૂજનીય છે. તત્ત્વ ઉપરની અપ્રીતિ નાશ પામી. આ ચાર વસ્તુ નાશ પામે તે પ્રશંસનીય છે, પ્રત્યાખ્યાનીનીને અપ્રત્યાખાનીની ચોકડી ગઈ. આરંભ પરિગ્રહને ત્યાગ કર્યો, એ મૂળ વસ્તુને નુકશાન કરનાર નથી. કડોના માલિક એવા મનુષ્યને પહેરેગીર માટે, તીજોરી માટે ખર્ચવા પડે તેને ખર્ચાળ કહેવાય નહિં. તેવી રીતે જેને સમ્યક્ત્વ દેશવિરતિ સર્વવિરતિ આવી ગઈ તે પછી અવગુણ હોય તો તેને અંગે નિર્ગુણી કહેવાય નહિં. સાવાને અંગે ચલાયમાન થાય તે કાળી સાઈડ કહેવાય. એમનું ચિત્ત સર્વ સાવદ્યત્યાગ ઉપરથી પ્રતિજ્ઞાથી ચલાયમાન થાય નહિં. સંગમે કરેલા ઉપસર્ગો
પરીક્ષાનો મુદ્દો ક્યાં છે? સાવદ્યત્યાગથી પ્રતિજ્ઞાથી ચલાયમાન થતા નથી. તે કરવા માટે સંગમે ઉપસર્ગો કર્યા, ત્રિશલામાતા ને સિદ્ધાર્થ વિકુવ્ય, મહાભારી વીશ ઉપસર્ગો ક્ય, તો તેમાં એકમાં પણ