________________
પ્રવચન ૬૮મું અષાડ વદિ ૧૧
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે—ધર્મ સાંભનારાઓએ માનનારાઓએ કરવાવાળાઓએ ધર્મની કિંમત સમજવી જઈએ. કિંમત સમયે નથી ત્યાં સુધી આંતરિક રીતિએ ધર્મનું બહુમાન થતું નથી. તે જીવને આવ્યું નથી ત્યાં સુધી ધર્મ પિતાનું કાર્ય કરી શકતા નથી. કાયિક પદાર્થો પિતાની હયાતીએ જ કાર્ય કરે છે. પછી તેને ઉપભેગ કરનાર ગમે તે માન્યતાવાળો હેય. ગોળ મીઠાશ લગાડનાર પદાર્થ, ગોળ અફીણ માનીને ખાવ તો પણ મીઠાશ લાગે, તે કેઈને પણ કો લાગે નહિ. '
કિયાએ કર્મ ને પરિણામે બંધ - સહેજે વસ્તુ ન સમજનારા “ક્રિયાએ કર્મ ને પરિણામે બંધ’ માનનાર શાસ્ત્રની રીતિ પ્રમાણે એમાં અડચણ નથી એમ માને, પણ શાસ્ત્રની રીતિ ઓળંગીને ક્રિયામાત્રને કમ મનાવનારા પરિણામે બંધ મનાવનારા તેમણે ધ્યાન રાખવાનું કે અફીણના નામે ગોળ ખાનારને શું થાય છે? એથી કોણ મર્યો? ગેળના પરિણામે અફીણ ખાનાર કયે જીવ્યો? કિયાએ કર્મ અને પરિણામે બંધ” એ વસ્તુ શાસ્ત્રના હિસાબે ન લેતાં–પૂજા, સામાયિક, દેશવિરતિ, સર્વવિરતિ બધાને ક્રિયામાં નાખી કર્મ કરી નાખે છે. માત્ર દેરામાં ઉપાશ્રયમાં તપસ્યા દાન શીલની વાત થાય, તે વખતે આત્માને મેહના ત્યાગથી શુદ્ધ સ્વરૂપે આત્મા જાણે તેજ એનું જ્ઞાન દર્શન તેજ ચારિત્ર. આમ નકામા ચરવલા ઘા મુહપત્તિી લઈ ઢાંગ કરવા એ શું? ત્યારે “ક્રિયાએ કમ ને પરિણામે બંધ” આ વસ્તુ કયાં લાવવી પડે છે. જ્યાં સામાયિક પૌષધ દાન શીલ તપની વાત કરે ત્યાં એને કહેવામાં આવે, કે ભાણું પીરસ્યું છે, હાથ ન લગાડીશ, પરિણામથી ભૂખ ભાંગી જશે. મનમાં માની લ્યો કે ખાધું છે.જેઠ મહિનામાં પાણીનો પ્યાલો ભરીને પાસે રાખી મૂક, પીતો નહિં. તમારે ખાવાપીવા બાયડી છોકરા બાબત ક્રિયા નકામી નથી. ક્રિયા માત્ર દેહરા–ઉપાશ્રયમાં તેમને નકામી થાય છે, સ્થાનક્વાસી દ્રવ્ય. ૮