________________
આગમેદ્ધારક પ્રવચન શ્રગી, વિભાગ બીજે
૧૭.
શબ્દ જ બોલે. તેવી રીતે સમ્યકત્વ શબ્દ ગવાઈ રહ્યો છે કે જેથી બધાને હું સમકિતી છું-એમ કહેવડાવવું ગમે છે, આજકાલમાં ગાઢમિથ્યાત્વી શાસનના દુશમન દેવ ગુરૂ ધર્મનું સત્યાનાશ કરવાવાળા તેવા પણ પિતાને સમકિતી જાહેર કરવા તૈયાર થાય છે. લાલચના કરેલા ખૂનમાં પણ ગુનેગાર પિતાને નિર્ગુનેગાર જણાવે છે. અવળી શ્રદ્ધાવાળા શાસનનું નખોદ કાઢનાર મિથ્યાત્વીઓ પિતાને સમકિતી જણાવવા બહાર પડે છે. તે પછી જેઓ સમ્યફવના વહેવારમાં હોય અંદરથી કંઈને કંઈ મતલબ હોય તે પણ સમકિતી તરીકે પોતાને જાહેર કરે તેમાં કંઈ નવાઈ નથી.
ગોશાળાને દ્વેષ અને જૂલમ
ગોશાળા મહાવીર મહારાજ ઉપર દુશ્મનાવટ કરતે હતો, મહાવીરની સમૃદ્ધિ સહન કરી શકતો ન હતો, સાચું સ્વરૂપ શાળાને ગભરાવનાર થતું હતું. તેજ ઈર્ષાના પ્રતાપમાં ગોશાળાએ ગુલાંટ ખાઈને આણંદ સાધુને દલાલ કર્યો. તે આણંદસાધુ અક્કલ વગરના ન હતા, તેથી ગોશાળાને તેટલી શક્તિવાળા માનવાને તે લલચાઈ જાય કે દોરાય જાય તેવા ન હતા. કહેલા સમાચારે સાધુને સાવચેતી મળી. મહાવીરને ગોશાળાનું સ્વરૂપ જણાવવાની ખરી તક ગોશાળે પિતે આપી છે. એજ શાળ મહાવીર પાસે આવે છે. મહાવીર ઉપર પ્રહાર કરે છે. પ્રભુ સાધુઓને શાંતિ -રાખવાને ઉપદેશ કરે છે. ભક્તિના વેગ સમયે શાંતિનો ઉપદેશ અસર કરતું નથી. મહાવીરની શાંતિએ ઈન્દ્રના આવેશમાં વધારો કર્યો. ઈન્દ્રને -આટલો આવેશનો અવકાશ શાથી? નિશ્ચલપણાથી, જે મહાવીર નિશ્ચલ ન રહે તે લગીર હળ હચી જાય–લગીર ચલાયમાન થાય તે ઈન્દ્રને -આટલા આવેશનો, સંગમને દેવલોક બહાર કાઢી મેલવાનો, દેવલોકથી અસંખ્યાત કોડા કોડ જોજન ફેંકી દેવાનો વખત આવત નહિં. મહાવીરની દઢધર્મતા એવી જ છે. ઈન્દ્રને કેપનું કારણ મહાવીરની ધર્મ દઢતા એજ. કોઈપણ સાધુએ ગોશાળાની સામું બોલવું નહિ, સર્વાનુભૂતિ ને સુનક્ષત્રથી સહન થયું નહિં. ન સહન થવાથી ભક્તિથી ખેંચાએલા વચમાં ગોશાળાને જવાબ કરવા લાગ્યા. બંનેને ગોશાળાએ બાળી મૂક્યા. માગ ભૂલેલા પોતાની પ્રતિજ્ઞા કે લાયકાતનું ભાન ભૂલી જાય છે,
દ્વેષી જુલ્મીએ કયાં સુધી ન પહોંચે? જીવ હિંસાથી વિરમવાની પોતાની પ્રતિજ્ઞા કયાં મેલી? “જીવ માર્ગ ચૂકી આવેશમાં આવે તે વખતે