________________
૧૦૮
પ્રવચન ૬૭ મું
દશાના. મોક્ષે જાય ત્યારે પંદર ભેદ નથી. એવું છતાં મોક્ષના પંદર ભેદ કેમ કહ્યા? સિદ્ધો એકજ સ્વરૂપે છે, તે તેના ભેદ પંદર કેમ? મેક્ષને વર્ગ દુનિયાને કેમ સમજાવાય? આવી રીતે મોક્ષ પામ્યા તે બધે મોક્ષવર્ગમાં, પુરૂષાર્થ કહ્યો એટલે દરેકે કર જોઈએ એમ નથી, એ સમજણ પુરૂષાર્થ શબ્દનો અર્થ સમજયા વગરની છે. જગતમાં દરેક પુરુષની ઈચ્છાના વર્ગ પાડો તે ચાર જ વગ થાય, કઈ પાંચમે વગ કાઢી શકે છે? ધર્મ અર્થ કામ અને મોક્ષ. વર્ગ કહીને સર્વે આદરણીય છે તેમ માનવું નહિ. વર્ગીકરણ આદરણીય છે તેમ નથી. જો ક્રોધ માન માયા લાભ ચાર ઉપગ વાળા છે, તે વગરના કેઈ જીવ નથી. તે કેધાદિક કરવા જેવા છે? આદરવાલાયકપણું વર્ગીકરણ કરવાથી નથી પણ શુભ ફળની પ્રાપ્તિ હોય તે આદરણીય છે. પરિગ્રહ વિષયમાં ડૂબવાપણું બતાવ્યું છતાં જેઓને સમજણ પડે નહિ અને પુરૂષાર્થના નામે કૂટે તેનું શું થાય? હું પાદશાહના મહેલમાં ગયે ત્યારે રાજા રાણી ને નોકર ચાંડાળ હતે. તે ચાંડાળ પણ મહેલને માલિક છે? તેવી રીતે ચાર પુરૂષાર્થ જાણીને ચારે આદરવાલાયક ગણવાવાળે ચાંડાળને મહેલને માલિક ગણવા સરખે છે.
ઈન્દ્રને સભામાં વીરચર્યા કેમ યાદ આવી હશે?
ઈન્દ્ર મહારાજ સભામાં બેઠા છે. ગાનતાનમાં ગુલતાન છે, તે વખતે મહાવીરની ચર્ચા મગજમાં કેમ આવી હશે? ભોજન વખતે મહાવીરની તપસ્યા, તેમનું દઢપણું, ચુરમાની કેદમાં નાખ્યો તે સ્થિતિ ક્યારે સંભારી?
જ્યારે તમને તુચ્છ સુખમાં ઈન્દ્રના સુખની અપેક્ષાએ દેવતાના સુખ હીન, એના કરતાં અનંત ગુણહીન ચક્રવર્તીને, તેના કરતાં તમારા સુખ કેવાં? તેવા વખતે તમને મહાવીરની ચર્યા યાદ આવતી નથી, તે ઈન્દ્રને શી રીતે યાદ આવી હશે? સ્વપ્નમાં પણ વિરચર્યા લક્ષમાં લેતે નહિં. નજેવી મોટરની મુસાફરીમાં વીરની ચર્યા કયારે યાદ આવી? તે તે ઈન્દ્રને આઠ ઈન્દ્રાણીઓ જોડે છે, ગાયન ચાલી રહ્યા છે, ઋદ્ધિ સમૃદ્ધિ આગળ ઉભી છે, તેવે વખતે વીરચર્યા કેવી રીતે યાદ કરી શક્યા હશે? વિવાહ વખતે રામ બોલે તે? કેને, દુનિયાદારીમાં ડૂબેલાને. નહીંતર એવા વખતમાં જરૂર વીરચર્યા યાદ આવે. શત્રુએ હલ્લે કર્યો તે વખતે હથીયાર હાથમાં ન લેવાય તે લડવૈયે કેવી રીતે કહેવાય? છતાં આપણે એકજ