________________
બગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૧૯ રાખ્યું છે કે દહેરા કે ઉપાશ્રયને ધર્મ, ઉપાશ્રયની બહાર ધર્મ આવે તે અન્યાય થયે. અથવા ભયંકર ગુનો લાગે તમને વિષયોની પ્રવૃત્તિવખત ક્રેધાદિક થતી વખતે વીરચર્યા નથી સેહાતી. ઈન્દ્ર બેઠા છે તે વખતે વીરચર્યા પર શી રીતે ધ્યાન ગયું હશે. સુંદર ભેજન વખતે વિષ્ટાની વાત ન સાંભળી શકે, રાગ વખતે વૈરાગ્યની વાત કરે તે દ્વષ આવે. તેવી રીતે સર્વ વિષયસુખમાં આસક્ત એવા ઈન્દ્ર વીરચર્યા યાદ કરે છે. તેને અર્થ છે ? સતી થવાને નીકળેલી બાઈને શણગાર ઉપર રાગ ન હોય, તેની દૃષ્ટિ તે મરેલા ભરતાર પર હોય, તેવી રીતે સમ્યગદષ્ટિની દષ્ટિ વીરચર્યા પર જ હોય. ઉપલકીયા દષ્ટિ નથી, જે તન્મયપણને લીધે પોતાનું માથું કંપી ગયું, મસ્તક કંપી ગયું, એટલો આશ્ચર્યભાવ છે, હર્ષ છે. ત્યારે દેવતાને પ્રશ્ન કરવાનો વખત આવ્યે કે અહીં કંઈ નવીન નથી તો શાથી મસ્તકધૂનન? હસ્તધૂનની કિંમત નથી, પણ મસ્તકધૂનનની કિંમત છે. પ્રશ્ન થાય છે. મસ્તકધૂનન કેમ? જગતમાં આ મને-માંકડો સવાર્થસિદ્ધના દેવતાથી પણ વશ થાય તેવું નથી. કેઈપણ પકડીને કેદમાં નાખે તેવો નથી. આ ચિત્ત રૂપી માંકડાને કેદ કરનાર માત્ર મહાવીર. આટલા વચને સભાવચ્ચે ઈન્દ્ર કાઢયાં. એ સંગમ દેવતાને શલ્ય જેવા લાગ્યા.
સંગમને ઈર્ષ્યાગ્નિ
જગતની પ્રકૃતિ વિચિત્ર છે. “તું શ્યામ હમ ઉજળા, તું ઉજળા હમ શ્યામ” વાદળાં કાળાભમર હોય તો તમે આનંદમાં. એ કાળા તે તમે ઉજળા, એ ધોળા ફેક હોય તે તમે શ્યામ. જેવી રીતે જગતને સ્વભાવ છે કે વાદળાને અંગે ઉલટો સ્વભાવ છે, તેવી રીતે ઈષ્યને સ્વભાવ ઉલટાપણાવાળો છે. બીજામાં ગુણ તો આપણું મેં કાળું. બીજાની નિંદા તે આપણું મુખ ઉજવલ. ગુણને અંગે જગતને સ્વભાવ ઉલટો છે. મહાવીર મહારાજની ઈન્દ્ર પ્રશંસા કરી તેમાં સાત પેઢી સુધીનું સંગમનું નખેદ ગયું. આ શાનો સ્વભાવ? ઈર્ષ્યાને. તેથી જગતમાં કહે છે કે મારૂ નાક કાપી તને અપશુકન કરું, “મેં મરૂં પણ તુજે રાંડ કરું. અહીં મહાવીર સરખા ત્રણ જગતના નાથની પ્રશંસી, તો છઠ્ઠસ્થ સાધુની પ્રશંસા અવિરતિ સમ્યગૂદષ્ટિની પ્રશંસા તો સહન થતે જ કેમ? કેટલાક એ સ્થિતિ માને છે કે