________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૧૦૫ ધર્મ લેવા માગતા હો તે પહેલાં તેની કિંમત સમજવી પડશે. આ ઉપરથી વિચારવાનું કે ભગવાન પાર્શ્વનાથજી જે કમઠને ન મલ્યા હતે તથા મહાવીર સ્વામી જે ગોશાળાને ન મલ્યા હતે તો ગોશાળાને તથા કમઠને સંસારમાં રખડવું ન પડત. સંગમ દેવતાનું વૃત્તાંત વિચારીએ છીએ તે ગેરફાયદાની હદ આવી જાય છે.
ઈદ્રમહારાજાનું ચિત્ત શામાં લીન છે?
સંગમમાં બન્યું? ઈન્દ્ર દેવતાની સભામાં બેઠા છે. ઈન્દ્રાણીઓ સેવા કરે છે, આત્મરક્ષક દેવતા સેવા કરી રહ્યા છે. તે વખતે દેવલોકના ગાયન વગેરે શણગારમાં મન નથી, સતી થવા ચાલી તેનો શણગાર, શણગારવાળી સતીના હાથમાં તલવાર છે, આભૂષણ પહેરેલાં છે, પણ એનું ચિત્ત ઘરેણાં પર નથી. લુગડાં પર નથી કે હથીયાર ઉપર નથી. સતીનું ચિત્ત માત્ર મરી ગએલા ભરતારમાં છે. તેવી રીતે ઈન્દ્રમહારાજ પાસે ઈન્દ્રાણીઓ, સામાનિકે, ત્રાયશ્વિંશકે બધા છતાં ઈન્દ્રનું ચિત્ત મારા વીર મારા વીર” એના ઉપર. સાડાબાર વર્ષ છદ્મસ્થપણું, તેમાં કેટલીક વખત આવ્યા છે. ગોવાળીયામાં લુહારમાં જે જે પ્રસંગ બન્યા તેમાં હાજ૨. સિદ્ધાર્થવ્યંતર જોડે ફરનારો તેની હાજરીને વાર લાગે, પણ ઈન્દ્રની હાજરીમાં વાર ન લાગે. એજ કામમાં સિદ્ધાર્થને ઈન્દ્ર રોકયો છે. મહાવીરના મરણાંત ઉપસર્ગો નિવારવાને માટે જ રોક્યો છે, એ સિદ્ધાર્થ વ્યંતર વાર લગાડે છે. જ્યારે ઈન્દ્ર કેટલે છેટે છે. અસંખ્યાત કેડીકેડ યોજન છેટે છે. તિચ્છલોક સૌધર્મદેવલોકને અસંખ્યાત જનનું છેટું છે, છતાં દરેક પ્રસંગે તૈયાર. અસંખ્યાતા
જન છેટે રહેવાવાળ, બત્રીસ લાખ વિમાનનો માલિક, એક ચિત્તથી મહાવીર મહારાજને કે ચાહતો હશે. ભક્તિ કેમ થાય? દરેક મકાપર તૈયાર. આપણને સિદ્ધાચળ દૂર થઈ જાય, શિખરજી દૂર થઈ જાય, તમને દેવલોક મળશે તે તમને તીર્થકર ગણધરે કેટલા દૂર થઈ જશે. લાગણું છે તે લય પામી ગઈ છે. જે તે ઝળકતી હોય તે ચાહે જેટલા કોશ હોય તે પણ દૂર નથી. સૌધર્મ વીર વીરનો જ ટહુકાર કરી રહ્યો છે. તે વખતે ગાનતાનમાં ગુલતાનનો વખત છતાં જેને મહાવીર મહારાજની ચર્યાનું દુષ્કરપણું લાગ્યું. આપણે તો કરી શકીએ એવા હોઈએ તે એમાં શું? ન કરી શકીએ તે એમાં વહ્યું શું? બંને કહેવા