________________
આગાહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૯૧ તેમાંથી વાંદરાને માટે ઘરેણાં કરાવ્યાં. લોકોને આશ્ચર્ય કેવું લાગે?* કેઈક વખત પરદેશના મુસાફર કેરીઓ લઈ રાજા પાસે આક્યો. એ દેશમાં કેરીઓ ન મળવાથી પરદેશી આવ્યો તે લાવ્યો હતો. જ્યાં થાળ નીચે મૂકો કે–માંકડાઓએ દીવીઓ રાજા ઉપર ફેંકીને ફટ કેરીઓ ઉપાડી.. દીવાન કહે છે કે જાનવર છે. પાદશાહ ગુસ્સે થયો. માંકડાને ધ્યાન ન. રહયું કે કેરી લેવા જવું છે ને દિવી ફેંકું છું, તેમાં મારા માલિકને કેટલું નુકશાન થશે? તેની તેને કિંમત નથી. તમે ઘેરથી સેવા કરવા. નીકળો ને રસ્તામાં પાંચ રૂપીયાનું ઘરાક મળે તે, સામયિક કરવાના. ટાઈમે કઈ ઘરાક મળે તે ધર્મની કિંમત સમજ્યા છે કે આ દશા છે?' જેને ધમની કિંમત સમજાઈ હોય તેને પાંચ હજાર કે રાજ્ય મલે તે. પણ ધર્મનો અનાદર થાય કેમ? ધર્મકાર્યમાં અનાદર થાય તો આપણે માંકડામાં કે તેનાથી બહાર? માંકડાએ દરબાર બળી જશે, રાજા બની. જશે તેને વિચાર ન કર્યો, તેવી રીતે આપણે આત્માની નુકશાની ન. વિચારીએ, હું કમથી મેલ થઈશ મરીને ઉત્પન્ન થનારી ગતિ એ વિગેરેને. વિચાર આવતો જ નથી. માત્ર તેણે કેરીને વિચાર કર્યો, તેવી રીતે આપણને પૌગલિક પદાર્થો કિંમતી લાગ્યા. તે પછી આપણે ધર્મને. માટે ભેગ આપનારા શી રીતે થઈ શકીએ? કુટુંબ અને પરરાજ્યના આવતા ઉપદ્રવને રોકનાર એવા: અભયની દીક્ષા
આ વાત ખ્યાલમાં આવશે ત્યારે મહારાજા શ્રેણિકનું ધર્મનું દૃઢપણું સમજવામાં આવશે. જે દીક્ષા મહારાજા શ્રેણિકને રાજ્ય ભ્રષ્ટ કરનારી, કેદ કરનારી, સાંજ સવાર સે કેયડા ખવડાવનારી, ઝેર ચુસાવી મારનારી. બની તે દીક્ષા કઈ? અભયકુમારની દીક્ષા. જ્યાં સુધી અભયકુમારે દીક્ષા. લીધી ન હતી ત્યાં સુધી શ્રેણિકનો એક વાળ પણ વાંકો કરવાની તાકાત કઈ ધરાવતું ન હતું. પરરાજ્યમાં પણ અઢાર મુગટબદ્ધ રાજાઓ શ્રેણિક પર ચઢી આવ્યા છતાં પાછા ગયા. કોની બુદ્ધિએ ? અભયકુમારની બુદ્ધિએ. પરરાજ્યથી આવતા ઉપદ્ર રોકનાર અભયકુમાર મુખ્ય પ્રધાન હતાં. સત્તાધીશ રહયા ત્યાં સુધી કેણિક કોણ છે તે કેઈને. માલમ ન હતું. જ્યાં અભયે દીક્ષા લીધી એટલે પહેલે નંબરે કેણિકે શ્રેણિકને રાજ્યભ્રષ્ટ કર્યો. ખાવા પીવા ન આપે. યાવત્ શ્રેણિક રાજા હીરેચૂસી મરી ગયા. આ મનુષ્ય દીક્ષાને કે દુશ્મન બને? કે દીક્ષાએ: મારું રાજ્ય ખવડાવ્યું. સે કેયડા મરાવ્યા અને ઝેર ખાઈને મરવું