________________
પ્રવચન ૬૫
'લને તેમાં લેવાદેવા નહિ. તેમ તમે ન સાંભળશે, પણ લગીર પિતાના ઉપર ઉતારજો. પેલી બકરીએ બકરાને જણાવ્યું કે તું મર તે પણ મને ધરે લાવી દે, તેવી રીતે સંસારમાં માથું ફોડે, આબરૂ , પણ અમે ધારીએ તે પ્રમાણે કરો. આપણી બાઈએ, ઘરને હિસાબ જાણીને, સ્વતંત્ર સમજીને, મારા ઘરની આ દશા છે, તે મારે આમ જ સાદાઈથી વર્તવું જોઈએ એવી કેટલી? બાઈની બુદ્ધિ પાનીએ, તેવી રીતે તેમની બુદ્ધિ ખાવાપીવામાં મોજ મજામાં છે.
ચાદગાર બે મહાન યુદ્ધો કેના કારણે થયા?
તેવી રીતે અહીં પદ્માવતીએ કહ્યું કે સિંચાણે હાથી, દેવદુષ્ય, કુંડળ, હાર આપણને મળવો જ જોઈએ. સ્ત્રીને ગુલામ ન્યાય અન્યાય નહીં જોતા સ્ત્રીને હુકમ અમલમાં મેલવાવાળો થાય છે. તેથી કેણિકે હકલ-વિહલને કહ્યું કે તું કહે તે રાજ્યમાંથી ભાગ આપું, પણ તે તે સિચાણે ગંધહસ્તી દેવતાઈ ચીજો આપ. હલ્લવિહલે વિચાર કર્યો કે રાજ્યભાગ આપવાની દાનત હવે તો બાપાને કેદમાં નાખતે નહિ. - અત્યારે રાજ્ય આપે ને પછી પડાવી લ્ય તો? તેથી કબજામાં આવેલી
ચીજ બીજાને દેવાય કેમ? એમ વિચારીને બધું લઈને વિશાળાન-રીમાં ચેડામહારાજા પાસે ચાલ્યા ગયા. કેણિકે કહાવ્યું કે-હાથી વિગેરે અહીં મોકલે. અમારા રાજ્યની ઋદ્ધિ છે. તમને રાખવાને - હક નથી. વિષયની ગુલામીથી સ્ત્રીની ગુલામીમાં ઉતર્યો. તેમાંથી પોતાના મોસાળમાં દાદા સામે બાથ ભીડે છે. ચેડામહારાજા એ કણિકના દાદા છે. ચેડા મહારાજાએ જણાવ્યું કે હલ વિહેલ જીવતા હોય ત્યાં સુધી હકસર છે, એ ન હોય પછી માગો એ વ્યાજબી છે, પણ એની પાસેથી ખેંચાવી તમને આપું એ ન્યાય પુરસ્સર નથી. દૂતે આ સમાચાર કેણિકને કહ્યા. ક્રોધને પણ એ વખતે એ ગુલામ બન્યું. લડવા આવું છું તયાર થાવ. બંનેનું યુદ્ધ ચાલ્યું. ચેડામહારાજ તરફ અઢાર રાજાઓ, કેણિક તરફ દસ ભાઈએ, ત્રણ ક્રોડ મનુષ્ય લડવા લાગ્યા. બાર વરસ લડાઈ ચાલી. રથમૂશળને શીલાકંટક લડાઈ થઈ વરસોની ને વેટરલની લડાઈ યાદગાર લડાઈઓ કહેવાય, તેવી રીતે આ બે સંગ્રામ વિશાળાના ઘેરાવા વખતની યાદગાર લડાઈ રથ મૂશળમાં ક્રોડ મનુષ્ય, મહાશિલામાં ૯ લાખ મય. લગભગ બે કેડ મનુષ્ય જીવથી ગયા. આ બધી