________________
આગમતારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
પ્રવચન ૬૫ મું
અષાડ વદિ ૮
सामायिकावश्यक-पोषधानि देवार्चनस्नात्रविलेपनानि ।
ब्रह्मक्रिया-दान-तपोमुखानि भव्याश्चतुर्मासिक मंडनानि ॥२॥ માલિક છતાં વ્યવસ્થા માટે અધિકારી - શાસ્ત્રકાર મહારાજા આગળ સૂચવી ગયા કે જગતના વ્યવહારમાં -જીવ પોતાની માલિકી છતાં કિંમત ન સમજે, સદુપયેગને ફાયદો, દુરૂપયોગના ગેરફાયદા સમજે નહિં તે તેવા મનુષ્યને પોતાની માલિકી છતાં વ્યવસ્થા કરવાની વસ્તુ મળતી નથી. તેથીજ રિસીવર ગાડયન નીમીએ છીએ, યાવતું રાજ્ય હોય તો પણ મેનેજમેન્ટ કરવી પડે છે, વસ્તુની કિંમત ન સમજે તેથી. તો પછી નહીં મળેલી વસ્તુની નવી મેળવી દેવાની વસ્તુની કિંમત સમજવામાં ન આવી હોય ત્યાં સુધી એ વસ્તુ દેવામાં -શી રીતે આવે તેવી રીતે ધમની કિંમત સમયે નથી, જે ધર્મની -વ્યવસ્થામાં સમજતો નથી, ફાયદા નુકશાન નિષ્ફળપાણું સમજતો નથી,
ત્યાં સુધી ધર્મ લેવાને લાયક નથી. મિલકત પિતાની હતી તેવી રીતે ધર્મ આત્માને સ્વભાવજ છે. ધર્મને માલિક આત્મા જ છે. આત્માના “ધર્મને માલિક બીજે કેઈ નથી. જ્યાં સુધી ઉપયોગીતા અનુપયોગીતા ન સમજે ત્યાં સુધી ધર્મ લેવાને લાયક બનતા નથી. ધર્મની કિંમત કેટલી આંકી?
જેન કુળાચારવાળો જિનેશ્વરની પૂજા સેવા કરે છે, ગુરૂને વંદન કરે છે, દાન કરે છે, ભક્તિ કરે છે. આઠમ ચૌદશે ઉપાસ કરે છે, પર્યુષણમાં ધમની ક્રિયાઓ કરે છે, શિયળ પાકે છે, પણ બધો ધર્મ કઈ કિંમત સમજીને કરાય છે? હું શ્રાવકના કૂળમાં જન્મે છું માટે કરવું જોઈએ. પિતાને કુળાચાર જળવાય તેથી કરે છે. મને લોક ધમ કહેશે તો દેવ ગુરુ ધર્મની કિંમત કેટલી કરી? જેઓ દેવલોક જેટલી ધર્મની કિંમત કરે તેઓ મિથ્યાત્વી. આ ધર્મની જિનેશ્વરદેવની ગુરુની સેવાની કિંમત દેવલોક કરે, ચક્રવતીપણું વાસુદેવપણું કિમત તરીકે ગણે, ત્યાં સુધી એ સમકતમાં નહિં. તેથી મિથ્યાષ્ટિએ અભવ્ય અનતી