________________
૩૭
બાગારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે જગતમાં મનુષ્યો કેટલા હોય. ઓગણત્રીસ આંક જેટલા. જેમ દશહજારના પાંચ આંક-૧૦૦૦૦, તેવી રીતે કુલ ઝપટ ૨૯ આંક જેટલા જ માત્ર મનુષ્યો છે. ત્યારે દેવતાઓ અસંખ્યાત અસંખ્યાત ગુણ. જે ચીજ ૩ર કે ર૯ આંક જેટલી, આ બેમાં રહેલી કઈ ચીજ ? જે થોડી હોય તે મળવી મુશકેલ ને ઘણું હોય તે હેજે મળી જાય. થેડી ચીજ છતાં ઉમેદવાર ઘણું હોય તે વધારે મુશ્કેલી. ચીજ ઘણુંને ઉમેદવાર ડો. દેવતા કેણ થાય ને મનુષ્ય કોણ થાય ?–દેવતા મરીને દેવતા થતો નથી. એટલે દેવતાની ઉમેદવારીમાંથી બધા દેવતા નિકળી ગયા. હવે નારકી તે પણ દેવતા થાય નહી. નારકી પણ નિકળી ગયા. એકેન્દ્રિયથી ચલરિંદ્રિય તે પણ મરીને દેવતા થાય નહીં. રહ્યા માત્ર પંચેન્દ્રિય મનુષ્ય-તિર્યચ. દેવતાની લાયકાતવાળા ઉમેદવાર માત્ર પંચેન્દ્રિય મનુષ્ય ને તિર્યચ. હવે સ્થાન અસંખ્યાત અસંખ્યાત ગુણું. જ્યારે ઉમેદવાર મુઠ્ઠી ભર. અહીં મનુષ્યનું સ્થાન મુઠ્ઠીભર. હવે ઉમેદવાર તપાસીએ. નારકી દેવતા એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચલારંદ્રિય જીવો મનુષ્ય થવાને લાયક. નિગોદીયા અનંતાનંત, એ પણ મનુષ્ય થવાને લાયક. પંચેન્દ્રિય તિર્યંચ પણ થવાને લાયક ને મનુષ્ય પણ મનુષ્ય થવાને લાયક. જો મનુષ્યના ઉમેદવારે વિચારીએ તે નિગદ પણ મનુષ્યપણાને લાયક. જ્યારે દેવતાના સ્થાન અસંખ્યાત અસંખ્યાતા પણ ઉમેદવાર ઓછા. મનુષ્યમાં ઉમેદવાર વધારે ને સ્થાન ઓછા. જેનાં સ્થાન વધારે અને ઉમેદવાર–લાયકાત ધરાવનાર ઓછા તેવા દેવતાઓ. જેનાં સ્થાન ઓછા ને ઉમેદવાર અનંત ગુણ તેવા મનુષ્યો. જેનાં સ્થાન ઓછા હોય ને ઉમેદવાર વધારે હોય, ને સ્થાન વધારે ને ઉમેદવાર ઓછા હોય. સો ચીજના લાખ ઉમેદવાર હોય તેમાં મળવાને ચાન્સ વધારે કે પાંચ ચીજ હોય ને કેડ ઉમેદવાર હોય તેમાં મળવાનું, કયું વધારે મુશ્કેલ? તે મનુષ્યપણું પામવું તે જ મુશ્કેલ છે. અકામ-નિજાથી દેવપણુની પ્રાપ્તિ
દેવતાનાં સ્થાન અસંખ્યાત ત્યારે ઉમેદવાર થોડા. આ અપેક્ષાએ મનુષ્યપણું પ્રાપ્ત થવું મુશ્કેલ. દેવપણું એ અકામનિજેરાએ, વગર ઈચ્છાએ દુઃખ વેદવાથી મળી શકે છે. દુઃખ જગતમાં પ્રચાર પામેલી વસ્તુ. દુઃખ કઈ જગાએ નથી ? ભૂખ તરસ ટાઢ તાપ વિગેરેનું દુઃખ કઈ જગો પર નથી. જ્યાં જ્યાં દુઃખનું ભેગવવું ત્યાં ત્યાં દેવતાપણાને હેજે સંભવ છે. છ દુઃખે ભગવે છે, તે ઈચ્છા પૂર્વક કાંઈ ભોગવતો