________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો વખતે સામાયિકાદિક ન હોય તે વખતે આત્મા એમાં ને એમાં જ તલ્લીન હોય. ધર્મ દેવ ને ગુરૂ એવી રીતે આરાધના કરે કે તમને દેવ ગુરુ ધર્મમય બનાવે, ને દુનિયા ધર્મ ઘેલા કહે. એવા તન્મય થશો, તે અંત વખતમાં તેવા જ પ્રવર્તવાવાળા થશે. સનેપાત થાય તે પણ સામાયિક ચરવળ કરશે. જે આચાર રહિત હોય તેને સનેપાત થાય તો મારે બંગલો વિગેરે યાદ કરશે. જેના આત્માને જેવા સંસ્કારથી વિશે તેના અનુપગમાં પણ તે સંસ્કાર આવીને ખડાં થાય છે. ગુરુની સેવા તમય થઈ કરવાની છે, જેને દુનિયા ઘેલછા કહે છે.
શ્રીપાળની તન્મયતા
તમે શ્રીપાળના ચારિત્રને સાંભળો છે. શ્રીપાળે મંત્રસિદ્ધ કર્યો. છેવટે દરિયામાં પડ્યા, મગરમચ્છ ઊંચકી લીધા. તે ચમત્કાર લાગે છે. કે પુણ્યશાળી? પણ જે દેશમાં એકલી આંબા પર દ્રષ્ટિ હોય, કેરી પર દ્રષ્ટિ હોય પણ આ ઉો કેવી રીતે એ દ્રષ્ટિવાળા ન હોય તે તે દેશવાબા માત્ર વાતે જ કરનારા છે. કેરીને લાયક પાણી હવાનો વિચાર ન કરે ને એકલી કેરીનો વિચાર કરે, તે કેરી ખાનારા ન બને. તેવી રીતે શ્રીપાળને ઋદ્ધિસિદ્ધિ મળી તેમાં કાંઈ ન વળે. વાતો કરવાથી કાંઈ ન વળે. ઊંડા ઉતરે. એના આત્મામાં નવપદની તન્મયતા–ઘેલછા કેવી થઈ હતી. ઋદ્ધિ વિગેરેની જડ નવપદની ઘેલછા અર્થાત્ મુખ્ય શબ્દ તન્મયતા કહ્યો છે. નવપદની તન્મયતા પર ધ્યાન ધો. સમુદ્રમાં વહાણ ચાલ્યું જાય છે. તમારા આત્માને શ્રીપાળની જગે પર બેસાડે. ધવલ શેઠ અપૂર્વ વાત કરે છે કે સાત મેંઢાને મગરમચ્છ છે. સાપ વિગેરેને એ મેઢા હોય છે. પણ મગરમચ્ચને એક સિવાય મેં હોતું નથી. છતાં એવી વાત ધવલ શેઠ સંભલાવે છે. તે જેવાને શ્રીપાળ ખડે થાય છે. આગળ માંચડા ઉપર જાય છે. આપણું આત્માને માંચડાના દોરડા પર બેસાડે. લગીર આત્માની કલ્પના કરો કે દોરડા કપાયા ને અંદર પડયા તો શું યાદ આવે? બાપને મરી ગયાં બાવન થઈ ગયાં હોય તો પણ એ બાપરે! ઓ બારે! સાદ કરશે. ઓ બાપરે ક્યાંથી આવ્યું. આત્મામાં આપણને ક્યા સંસ્કાર છે. બાપ ને બાની ઘેલછા છે. ખોટી કલ્પનામાં નમો કરતાાં આવે છે. નથી જેવા ગયા કે નથી માંચા પર બેઠા. બધી વાત જૂઠી. જૂઠી વાતમાં તપાસ કે ન રિહંતા આવે છે? લગભગ બધા