________________
આગામોદ્ધારક પ્રવચન શ્રેણું, વિભાગ બીજે
• બહેનનો ધર્માનુરાગ, વનમાં ફળ લેવા જતાં નમો અવિનું સ્મર, શૂળી ઉપર ચઢેલાને નમો અરિહંતા માં લીનપણું વિગેરે વિચારીશું ત્યારે માલમ પડશે કે કલ્યાણ કયારે કરી શકવાના?
પરભવ ક્યારે સુધારી શકવાના? આટલું બને તે દેવગુરૂ ધર્મની તન્મયતા. બીજા તેને ઘેલછા કહે છે, એ ઉત્પન્ન થાય ક્યારે? અંત અવસ્થાએ કંઈ ભાન નહીં હોય તે વખતે દેવ ગુરૂ ધર્મની તમયતા એજ કામ લાગે છે. નહીંતર બેંકવાળ, માળાવાળે આમ કહે છે. એજ અંતવખતે યાદ આવશે. ધન બાયડી કુટુંબની ઘેલછા ભરેલી છે, તે જ છેલ્લી વખતે આવવાની. એ ઘેલછામાં મેળવવાના શું? આસ્તિક હશો તે કબૂલ કરશે કે એ ઘેલછામાં પરમાધામીનાં ખાસડા ખાવાના. માટે અહીં દેવાદિકમાં, જ્ઞાનાદિક પાંચ આચારમાં એવા તન્મય થાય કે દુનિયા તેને ઘેલછા ગણે. પાંચ આચારની શિક્ષા દેવગુરૂ ધર્મની શિક્ષામાં તન્મયતા કરો. જ્યાં સુધી તમારામાં ગુરૂપણું ન આવે ત્યાં સુધી ગુરૂની સેવા સ્વીકારવી જોઈએ. ધીમે ધીમે તયાર થતાં રિસીવરના કબજામાં રહેવું તે તમારી ફરજ. આપણે ઘેલછા ઉપર તત્ત્વ નથી. મિથ્યાત્વ કુદેવની ઘેલછા ડૂબાડનારી જ થવાની. વેશ્યામાં સુઘડપણું ચાહે જેટલું હોય, વિવેક વિનય હાય, પણ વિવેક વિનય તે ભલે સમુદાયમાં સારા લાગે, ઠીક લાગે, પણ સતી માટે તે વિવેક નકામા છે, બલકે ફસાવનારા છે. વિદ્યાથીને ઉદય શિક્ષકની આધીનતામાં છે.
દેવની શ્રદ્ધા નથી, ધમની પરીક્ષા નથી, તેના ગુણે જાણ્યા નથી, અવગુણ પણ જાણ્યા નથી, જેમ રિસીવરના તાબામાં રહેવું પડે, તેવી રીતે આ આત્માની વ્યવસ્થા કરવામાં સમજ્યા નથી. આત્માના ગુણો જાણ્યા નથી, ગુણો પ્રગટ કરવા જેટલું પણ સામર્થ્ય આવ્યું નથી. તમે જે એ વિરોધીના લેખ વાંચવા તૈયાર નહો તે વિરોધી લખવા સાંભળવા કેઈ દિવસ તયાર નથી, હળીમાં છોકરા રસભર ફટક ગાવા નીકળે, તેમ તમે વિરોધીના છાપા વાંચવા નીકળો છે. આચારોમાં તન્મય થયા નથી, ત્યાં લગી કેવળજ્ઞાનીના વચનોને તાબે થવું એ આપણું ફરજ છે. ત્યારે શું તમે અમારી પાસે ગુલામી કરે છે? દેવગુરૂ ધર્મની આજ્ઞા તેને પણ કર્મથી ઘેરાએલા સાચા રૂપે નહીં દેખતા તેને ગુલામી કહે છે. રિસીવર ગાડયન કોર્ટથી નિમાવે છે, તેના કહ્યા