________________
૭૭
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે દેવા તૈયાર થાય તે જર્મન પ્રજા જોઈ રહે ખરી? તેથી જ અમેરીકા ફ્રાંસ તથા બ્રીટીશન-લીન્ડા કોન્ફરન્સ આગળ ઉભો કરવાનો વિચાર પડત. મેલ પડે. જર્મને પ્રજા ઘરમાંથી ઉભી થશે, પણ પોતાના રાજાનું અપમાન સહન નહિ કરે. દેશની પ્રજા અપમાન સહન ન કરી શકે, તે શાકંભરી રાજાની જીભ કાઢે એ કયા રૂપે પ્રજા સહન કરે ? એ રાણુએ. કરેલી પ્રતિજ્ઞામાં કેટલું ભયંકરપણું છે. આ ભયંકરપણું રાણીના ખ્યાલ બહાર નથી. પોતાની જિંદગીની બેપરવાઈ છે. ફક્ત પરવા “મારા ગુરુની. તે પરવાને અંગે કુમારપાળની બહેને પ્રતિજ્ઞા કરી કે જે જીભે બોલ્યો તે જીભ ખેંચી કાઢે. આ જગો પર લાગણીની કિંમત કરે. આમ તો મર્દાનગી કહેવાવાળા ઘણું છે પણ દેવ ગુરુ ધર્મના અધિકારમાં શું કરીએ. એમ કહો છો. દેવગુરુ ધર્મના સંસ્કાર કેવા ઓતપ્રોત હોવા જોઈએ. કે આપણે જીવતા તેમના અપમાન સહન ન કરવા જોઈએ. એ કુમારપાળની બહેનની સાડલા ચૂડીઓ લીધી હોત તો પણ તમને શુભતે નહીં..
આગલ ચાલીએ. બાઈ પ્રતિજ્ઞા કરે છે. ખાનગી કાવાદાવા નહીં, જાહેર પ્રતિજ્ઞા કરે છે. તારી જીભ કઢાવી નાખું છું. પછી પોતાના ભાઈ કુમારપાળ પાસે આવે છે. કુમારપાળે બહેનને ઠપકે ન આપ્યો કે આ વેવાઈવટામાં તે શું કહ્યું? આવા રાજકારસ્થાનોને સમજનારા વહેવાઇવટુ વરની હોળીને બુઝાવનારી છે. ત્યાં આગળ નવી હોળી કેમ સળગાવી? તેમ ન કહ્યું, પણ એ વૈરની હોળી ગુરૂની લાગણી આગળ કેડીની ન ગણી. ગુરુનો શ્રેષી ન જોઈએ. વરીપણાની કિંમત ગણીને વરીપણાને સ્થાન આપ્યું હતું તો જીવનસાએ બેય કુળનો ઘાણ કાર્યો હતો. તેમ તું નવી જીવજસા કયાંથી પાકી ? મારવાડ ગુજરાતની સત્યાનાશની પાટી. મહારાજા કુમારપાળના હૃદયમાં કેવું ગુરુનું માન હશે કે જેને અંગે બહેનને શાબાશી આપી. તમારી દષ્ટિએ જગડો લાગશે. એક મકાન પાડોશમાં હોય, તમારા હક પ્રમાણે તમે ઈંટ મૂકશે પણ પાડોશી હઠાવવાનું કહે તે વખતે પાડોશી લડે તો છોકરા શું કહે કે મારા બાપા ને પાડોશી બંને લડ્યા. છોકરાને કંઈ સમજણ નથી. છોકરું લડવાડ દેખે છે, હક સમજતું નથી. જેના શાસનમાં નવા જનમેલા છોકરા સરખા દેવગુરુ ધર્મની કિંમત સમજતા નથી ને લડયા કરે છે તેમ બોલ્યા કરે છે. આ શાની લડાઈ છે. કેઈની ઋદ્ધિ સમૃદ્ધિ લુગડાં લત્તાં કેઈ ને લેવા નથી. ઝગડે શાને છે તે તપાસવું