________________
અગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૭૫. તન્મય થાઓ પછી વિરોધીઓ ધર્મઘેલા, દેવઘેલા, ગુરુઘેલા કહે તેમાં નવાઈ જ શું?
પ્રશ્ન–અરિહંતની વ્યાખ્યા શું સમજવી? તે કે જિનેશ્વર કે. જેઓ આઠ પ્રાતિહાર્યવાળા છે, ચાર અતિશયવાળા, તેઓ ભાવ અરિ-- હંત, તેમની મૂર્તિ સ્થાપના અરિહંત, એ તરીકે વ્યાખ્યા કરી શકીએ.. મુખ્ય હોય ત્યાં ગૌણ લાવવાની જરૂર નથી. દેવ વખતે ગુરૂને યાદ. લાવવાની જરૂર નથી. શ્રી સરદાર શત્રુની સામે ઝઝૂમે, ચાહે એની. બાયડી અને છોકરા રખડનાર થાય, મા બાપ તેવાં વૃદ્ધ હોય તે પર ધ્યાન નહીં આપતાં ઝઝૂમે તેને રે સરદાર કહીએ છીએ, પણ ઘેલે. ગણતા નથી. દેવ ગુરુ ને ધર્મ ત્રણેમાં એ લીન હોવો જોઈએ કે તેની લીનતા આગળ બાયડી છોકરા માબાપ એકની દરકાર ન હોય. કુમારપાલ મહારાજાને તથા તેની બહેનને ધર્મને અનુરાગ.
મહારાજા કુમારપાલ કોને પકડે છે? બનેવીને. કેવી દશામાં જ્યાં પિતાનું આખું લશ્કર કુટી ગયું છે. સગી બહેનના માલિકને લડાઈમાં ઉતારે છે. આખું લશ્કર ફુટી જાય છે. એ પાટણનો ધર્મ ધુરંધર વિચારતા નથી કે લશ્કર કુટી ગયું છે, તો મારું શું થશે એ વિચારતા નથી. પિતાના બનેવી સાથે રણસંગ્રામમાં ઝઝૂમે છે. ત્રણ ત્રણ દહાડાના ભૂખ્યા. હતા. ખાવા માટે પાણી પીવા માટે અનુકૂળ સાધન નથી, વખત નથી. તેવી રીતે ત્રણે દહાડા ઝઝુમવું, હાથીપર રહેવું. નીચે ઉતરવું નથી. પિતાનું લશ્કર ફરી ગયું છે, તે વખતે પણ લડાઈ છોડતા નથી. તેનું કારણુ, ગુરુની સેવાની તન્મયતા કઈ હદે હતી ! ગુરુને અંગે કંઈ વળગતું ન હતું. ખરી રીતે ત્યારે એકજ શબ્દ “માર મુંડીયાને” એક બાજુ. વિચારીએ કે ધન્યવાદ કુમારપાળને કે તેની બહેનને દે? ઘણું છે, દેશનો માલીક, પિતાના મસ્તકનો મુગટ પણ માર મુડીયાને” કહે છે. તે વખતે મારા ગુરુને અંગે એક શબ્દ બોલે તે તું મારો ધણી નહીં. ગુરુના શબ્દની ખાતર રાણીપણાનું રાજીનામું. કયો શબ્દ! “માર મુંડીયાને તે શબ્દ. આજકાલ દીક્ષાને અગ્નિકુંડ, ને સંસારને અમૃતને ઝરે. દીક્ષાને કસાઈખાના ને સંસાર સ્વર્ગની સરિતા કહે છે. પણે “માર: મુડીયાને” હતું પણ અહીં અરિહંતે પાંચપરમેષ્ઠિ જેઓ નિશ્ચિત અવસ્થાવાળા મનાએલા છે, તેમને અગ્નિકુંડમાં બળેલા કેમ કહે છે ?'