________________
માગમહારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે મિલકત માલિક છતાં તેના ફાયદા, ગેરફાયદા, નુકશાન કે હિત ને સમજે તો માલિક છતાં તેની મિલક્ત તેને સ્વાધીન કરવામાં આવતી નથી. ભવ્યજીવને ધર્મની કિંમત સદુપયેગને ફાયદો અનુપગથી નુકશાન ન સમજો હોય ત્યાં સુધી તે મનુષ્ય ધર્મને લાયક નથી. જેમ
ઔષધ અનુપાનની સાથે વિધિ સાથે કરવામાં આવ્યું હોય તે મેટા રેગ નાશ પમાડે છે. પણ તેજ ઔષધ ઉપગમાં લેવામાં ન આવે તો વ્યાધિ ન હઠાવી શકે. જે દુરૂપગથી લેવામાં આવે, ચરીપાળીને લેવાનું ઔષધ વિધિપૂર્વક ન લેવાય તે નુકશાન થાય. ભોજન શરીરપ્રકૃતિ સમજયા સિવાય કરવામાં આવેલું હોય તો તે ભજન અજીર્ણ કરનાર યાવત મારનારું પણ થાય છે. ઓષધ ભેજનને અંગે વિધિની જરૂર છે, તેવીજ રીતે ધર્મને માટે પણ વિધિની જરૂર છે. વગર વિધિએ કરેલ ધર્મ વિકારને ઉત્પન્ન કરે છે. નિયાણું કરનારાઓને ચારિત્ર જ દુર્ગતિનું કારણ બન્યું છે.
' ધર્મ પોતે પાપને લાવતે નથી, તે પછી ચારિત્રધર્મ દુર્ગતિ દેનારે ધર્મ કેમ બને ? ચારિત્ર પુણ્ય પ્રકૃતિને જ મેળવી શકે, છતાં દુર્ગતિ કહીએ છીએ. પુણ્ય વેદતી વખતે બે પ્રકારનું થઈ જાય છે. એક અશુભ ને એક શુભ. જે ચારિત્ર નિયાણાવાળું કર્યું હોય, તે તે ચરિત્રના ફળરૂપ પુણ્યને ભોગવી સખત અશુભ પ્રકારમાં ચાલ્યા જાય છે. તેજ ચારિત્રવાળે બીજાભવે ચારિત્રના છાંટે પણ પામે નહિં. કોણ? ચારિત્રપાળી નિયાણું કરનાર, નિયાણાથી થતાં બધા વાસુદેવ કેટલાક ચક્રવતી એ વિરતિને ફરી નહિ પામી શક્યા એ સમજી શકીશું. એ વાસુદેવ ને ચક્રવતી પહેલા ભવમાં ચારિત્ર પાળવાવાળા હોય, તે ચારિત્રના પરિણામ છતાં નિયાણું કરવાથી બીજા ભવમાં તેમની શી હાલત થાય છે? ચારિત્રના પ્રભાવથી ઋદ્ધિ સિદ્ધિ પામે છે, છતાં ચારિત્રને એક અંશ પણ તે પામી શકે નહિં, એટલું જ નહિં પણ તે ત્રીજે ભવે દુર્ગતિમાં જ જાય. શાને અંગે? ચારિત્રથી નિયાણું બાંધ્યું તેનાથી, ઋદ્ધિ સમૃદ્ધિ મળી તેમાં આસક્ત થયે, આરંભ વિષય પરિગ્રહમાં લયલીન થઈ ગયો કેનરક સિવાય બીજે રસ્તે જ નહિં. વાસુદેવે ચક્રવતી સમ્યક્ત્વ પામે, આરંભ–પરિગ્રહ-વિષય-કષાયને ઝેર ગણે, પણ ચારિત્ર ન પામે સમ્યક્ત્વ
ફા. ૬